Corona VirusIndiaNews

કોરોના સંક્રમણની બીજી લહેરમાં 420 ડોક્ટરોના મોત થયા,સૌથી વધુ દિલ્હીમાં 100 ડોકટરોએ જીવ ગુમાવ્યો,

ઇન્ડિયન મેડિકલ એસોસિએશનએ કહ્યું કે કોરોના વાયરસ સંક્રમણબીજી લહેરમાં અત્યાર સુધીમાં 420 ડોકટરો મૃત્યુ પામ્યા છે.જેમાં ફ્ક્ત દિલ્હીમાં 100 ડોકટરોનાં મોત નીપજ્યાં છે.આ પછી,બિહારમાં 96,ઉત્તર પ્રદેશમાં 41, ગુજરાતમાં 31,આંધ્ર પ્રદેશમાં 26,તેલંગાણામાં 20,પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં 16-16,મહારાષ્ટ્રમાં 15,તમિળનાડુમાં 14 અને મધ્યપ્રદેશમાં 13 ડોકટરોએ જીવન ગુમાવ્યા છે.

IMA અનુસાર,ગયા વર્ષે કોરોના સંક્રમણથી દેશભરમાં 736 ડોકટરો મૃત્યુ પામ્યા હતા.આ વર્ષે ફેબ્રુઆરીમાં IMA ને ડોક્ટરોના મોત અંગે કેન્દ્ર સરકારના ડેટાની ખોટી રજૂઆત કરી હતી.સરકારે કહ્યું હતું કે ગયા વર્ષે કોવિડથી 167 ડોકટરોનું મોત નીપજ્યું હતું.જો કે IMA એ જણાવ્યું હતું કે સંક્રમણને કારણે 734 ડોકટરોએ જીવ ગુમાવ્યો હતો.

IMA એ આ મહિનાની શરૂઆતમાં અહેવાલ આપ્યો હતો કે કોવિડ શહીદ ભંડોળ બનાવવામાં આવ્યો છે,જે અંતર્ગત સંક્રમણથી પોતાનો જીવ ગુમાવનારા ડોકટરોના પરિવારોને 1.6 કરોડ રૂપિયાથી વધુની સહાય આપવામાં આવી છે.

Back to top button