India

તમે બજારમાંથી ઘી લાવો છો તે અસલી છે કે નકલી તે આ રીતે મીનીટોમાં જ જાણી લો

ભારતીય ભોજનનો સ્વાદ દેશી ઘી વિના અધૂરો માનવામાં આવે છે. પ્રાચીન કાળથી દેશી ઘી ભારતીય વાનગીઓ અને આયુર્વેદિક ચિકિત્સાનો મુખ્ય સ્ત્રોત છે. એવું કહેવામાં આવે છે કે અનેક બીમારીઓથી મુક્તિ મેળવવા માટે દાળ અને શાકભાજીમાં દેશી ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આ ત્યારે જ શક્ય છે જ્યારે ઘી અસલી હોય. આજે આપણે જાણીએ કે અસલી/નકલી ઘી ની ઓળખ કઈ રીતે કરવી..

પહેલા વાસણમાં 4 થી 5 ચમચી ઘી નાંખો અને તેને સારી રીતે ઉકાળો અને પછી તેને લગભગ 24 કલાક વાસણમાં મુકો. જો 24 કલાક પછી પણ ઘી દાણાદાર હોય અને સ્મેલ આવે તો સમજી લો કે ઘી અસલી છે. પણ જો આ બંને ચીજો ઘીમાંથી ખોવાઈ ગઈ હોય તો તે ઘીનો ઉપયોગ ખોરાક કે દવા તરીકે કરવાનું ભૂલશો નહીં. તે નકલી હોઈ શકે છે.

બીજી રીત: તમે દેશી ઘીની શુદ્ધતા જોવા માટે મીઠાનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે પહેલાં એક વાસણમાં બે ચમચી ઘી, અડધી ચમચી મીઠું અને એક ચપટી હાઇડ્રોક્લોરિક એસિડ મિક્સ કરીને 20 મિનિટ માટે એક બાજુ રાખો. 20 મિનિટ પછી તમે ઘીનો રંગ તપાસો. જો ઘી નો રંગ બદલાય નહી તો તે અસલી છે. પરંતુ જો ઘી લાલ અથવા અન્ય કોઈ રંગ દેખાય છે, તો સમજી લો કે ઘી નકલી હોઈ શકે છે.

ત્રીજી રીત: સૌ પ્રથમ એક ગ્લાસ પાણી ભરો અને તેમાં એક ચમચી દેશી ઘી ભેળવી લો. જો ઘી પાણી પર તરવાનું શરૂ કરે તો તમે સમજી શકો કે ઘી અસલી છે. જો ઘી પાણીની નીચે બેસે તો ઘી નકલી હોય શકે છે.

Back to top button