CrimeIndia

પતિ-પત્ની ના વિવાદ માટે સમાધાન ની વાત ચાલી રહી હતી, ત્યાં જ ગોળીઓ વરસી અને 2 લોકોના મોત

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના નવાબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના જરેલી ગામે શનિવારે બપોરે પતિ-પત્નીના વિવાદના સમાધાન માટે પ્રયાસ કરી રહેલી પંચાયતમાં ગોળીબાર થતા મહિલાના પિતા અને તેના કાકાની ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં અને ૧૦ જેટલા લોકો ઘાયલ થયા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નવાબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના જરેલી ગામમાં રહેતો હૈદર અલીએ આશરે બે વર્ષ પહેલા તેની પુત્રીના લગ્ન ઘરની નજીક રહેતા અઝહર (20) સાથે કર્યા હતા. લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે વિવાદ થયો હતો, જેને લઈને પંચાયત સમક્ષ અનેક વખત ચર્ચા થઈ હતી.

થોડા દિવસો પહેલા બંને વચ્ચે વિવાદ થયો હતો, ત્યારબાદ અઝહર અલીની પત્ની તેના પિયરમાં રહેતી હતી. મળતી માહિતી મુજબ શનિવારે પણ પતિ-પત્ની વચ્ચેના વિવાદના સમાધાન માટે હૈદર અલીના ઘરે પંચાયત બોલાવેલી હતી. પંચાયતમાં લાંબા સમય સુધી બંને પક્ષે આક્ષેપો અને આક્ષેપોનો દોર ચાલુ રહ્યો હતો, જેના બાદ મામલો થાળે પડ્યો હતો પણ અઝહર પક્ષવાળા એ પંચાયત પર અચાનક ગોળીબાર કર્યો હતો.

આ ઘટનામાં હૈદર અલી (40) અને હૈદર અલીનો ભાઈ ગુલશન અલી (34) નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ગુલશન અલી ક્ષેત્ર પંચાયતના નવા ચૂંટાયેલા સભ્ય હતા. ગોળીઓમાં પંચાયતમાં હાજર અનવર અલી, ફરમાન, હૈદર, નવાબ અલી, વસીમ, સોફિયા અને ગુલશનની પત્ની સહિત 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ફાયરિંગ કર્યા બાદ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. સ્થળ પર હાજર લોકોએ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કર્યા. પોલીસે મૃતદેહોને કબજે લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે.

Back to top button