GujaratMadhya Gujarat

પાલનપુર: લગ્નમાંથી પરત આવતા પરિવારને અકસ્માત નડ્યો, 4 લોકોના મોત, 3 ઘાયલ

પાલનપુરના રતનપુર નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. લગ્નથી પરત ફરી રહેલા પરિવાર ને અકસ્માત નડયો હતો. મોડી રાત્રે ઇકો અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોનાં કમકમાટીભર્યા મોત થયા હતા. ગંભીર અકસ્માતમાં 3 લોકો ઘાયલ થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

અકસ્માત થયો હોવાની વાત મળતા જ આસપાસના જ લોકો ત્યાં આવી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.બાદમાં પોલીસને જાણ કરતા પોલીસ પણ અકસ્માત સ્થળે દોડી આવી હતી.દાંતીવાડામાં લગ્ન સમારોહ પૂરો કર્યા બાદ સતલાસણા નાનીભાલુ ગામના પરિવારજનો ઘરે પરત આવી રહ્યા હતા.

રતનપુર પાસે પહોચતા જ તેમની ઇકો કારને અકસ્માત નડ્યો હતો. આ ભયાનક અકસ્માતમાં એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે 7 થી વધુ ઇજાગ્રસ્તોને પાલનપુર હોસ્પિટલમાં લઇ જવાયા હતા.હોસ્પીટલમાં અન્ય ૩ લોકોના મોત નીપજ્યા હતા જયારે હજુ ૩ લોકો સારવાર હેઠળ છે.

અકસ્માત મોડી રાત્રે થયો હતો જેમાં ટ્રક સાથે ટક્કર બાદ ઇકો કાર સંપૂર્ણ રીતે પડીકું વળી ગઈ હતી. ગામ લોકો દોડી આવ્યા હતા પણ અકસ્માત એટલો ગંભીર હતો કે એક વ્યકિત નું તો ઘટનાસ્થળે જ મોત થઇ ગયું હતું.

Back to top button