CrimeIndia

ઓલમ્પિક મેડલ વિજેતા પહેલવાન સુશીલ કુમારની ધરપકડ, હત્યાના આરોપમાં કરાઈ ધરપકડ

ઓલિમ્પિક પદક વિજેતા કુસ્તીબાજ સુશીલ કુમારની પંજાબ પોલીસે ધરપકડ કરી છે અને હવે તેને દિલ્હી પોલીસને સોંપશે. આ વિશે મીડિયા રિપોર્ટ આપવામાં આવ્યો છે. સુશીલ પર છત્રસાલ સ્ટેડિયમ ખાતે ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય રેસલરની હત્યામાં સંડોવણી હોવાના આરોપ છે. તે છેલ્લા કેટલાક દિવસથી ફરાર હતો.

દિલ્હીની એક અદાલતે તાજેતરમાં જ તેમને આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. સુશીલ એ મંગળવારે રોહિણી જિલ્લા અદાલતમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી.

સુશીલ લાંબા સમયથી ફરાર હતો. કુસ્તીબાજ સાગર ધનખારની હત્યાના આરોપ પછી, 4 મેથી તેની કોઈ જાણકારી નહોતી અને દિલ્હી પોલીસે આ અંગેના ફીડબેક અને માહિતી મેળવવા માટે 1 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. આ પછી સુશીએ જામીન માટે અરજી કરી હતી.

15 મેના રોજ કોર્ટે સુશીલ કુમાર વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. ગયા અઠવાડિયે દિલ્હી પોલીસે કુમાર માટે લુક આઉટ નોટિસ ફટકારી હતી. હવે તેની ધરપકડ કરાઈ છે.

Back to top button