healthIndia

જાણો બાબા રામદેવે કોરોના યોદ્ધાઓ ને એવું શું કહી દીધું કે મોદી સરકારના મંત્રી એ કહ્યું, નિવેદન પાછું લો

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન દ્વારા યોગગુરુ રામદેવને એલોપેથી સંબંધિત નિવેદન અંગે પત્ર લખ્યો છે અને પોતાનું નિવેદન પાછું ખેંચવા જણાવ્યું છે. ડો.હર્ષ વર્ધનને તે પત્ર પોતાના ટ્વિટર હેન્ડલ પર પણ જાહેર કર્યો છે. અગાઉ તેમણે ટ્વિટર હેન્ડલ પર કેપ્શનમાં લખ્યું હતું કે, “સમગ્ર દેશવાસીઓ માટે, લડતા ડોકટરો અને અન્ય આરોગ્ય કર્મચારીઓ દેવતુલ્ય છે”. બાબા રામદેવના નિવેદનથી કોરોના યોદ્ધાઓ નો અનાદર કરીને દેશની ભાવનાઓને ઘેરી ઠેસ પહોંચી છે. મેં તેમને એક પત્ર લખીને તેમનો વાંધાજનક નિવેદન પાછું લેવાનું કહ્યું છે.

આ અગાઉ ભારતીય મેડિકલ એસોસિએશને આ નિવેદન અંગે બાબા રામદેવને કાનૂની નોટિસ મોકલી હતી. આઇએમએ વાયરલ થયેલા વીડિયોના આધારે દાવો કર્યો હતો કે રામદેવ એમ કહી રહ્યા છે કે એલોપથી એ એક સ્ટુપીડ વિજ્ઞાન છે. એફઆઇએમએએ રામદેવને કાનૂની નોટિસ પણ મોકલી છે. જો કે આ અંગે પતંજલિ યોગપીઠનું નિવેદન પણ આવ્યું છે.

ફેડરેશન ઓફઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન એ બાબા રામદેવને આરોગ્ય કર્મચારીઓ સાથે દેશભરના રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (આરડીએ) ની વતી કાનૂની નોટિસ મોકલી છે. એફ.આઇ.એમ.એ.એ કહ્યું કે તે સસ્તી પ્રસિદ્ધિ માટે રામદેવે કરેલા પાયાવિહોણા અને અનૈતિક દાવાઓની નિંદા કરે છે.

તે જ સમયે પતંજલિ યોગપીઠે આઇએમએ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને ફગાવી દીધા છે કે યોગગુરુ રામદેવે એલોપથી વિરુદ્ધ “અવગણના” નિવેદન આપ્યું છે. પતંજલિએ લોકોને ગેરમાર્ગે દોરવાના અને વૈજ્ઞાનિક દવાઓને બદનામ કરવાના આરોપોને નકારી દીધા છે.

બાબા રામદેવે એક ટ્વિટમાં દાવો કર્યો છે કે એમબીબીએસના વિદ્યાર્થીએ યોગ દ્વારા તેમનું ટાઇપ ૧ ડાયાબિટીસ થી છુટકારો મેળવ્યો છે. તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, ‘એમબીબીએસના વિદ્યાર્થીએ યોગ દ્વારા તેમનું ટાઇપ 1 ડાયાબિટીસ ઠીક કર્યું છે. એમબીબીએસના વિદ્યાર્થી કેશવ નાગપાલે નિયમિત યોગ કરીને અને ગિલોયનો ઉપયોગ કરીને ડાયાબીટીસ થી છુટકારો મેળવ્યો હતો.

Back to top button