healthIndia

કોરોનાથી વધુ મૃત્યુ બ્લેક ફંગસથી થઈ રહ્યા છે, AIIMS ડીરેક્ટરે જણાવ્યું અડવાથી તે ફેલાય કે નહી

એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કોરોના દર્દીઓમાં બ્લેક ફંગસના કેસો વિશે વાત કરતા આ રોગ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે જો બેક ફંગસ ની સમયસર સારવાર ન કરવામાં આવે અને તે શરીરમાં વધુ ફેલાય છે. તેનો મૃત્યુદર કોરોના કરતા પણ વધુ છે.

ડો.રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે જેને ડાયાબીટીસ છે તેણે સતત તેની સુગર પર નિયંત્રણ રાખવું જોઈએ. જો તમે કોવિડ પોઝિટિવ છો તો ડોક્ટર ની સલાહ પર જ સ્ટીરોઇડ્સ લો. માથાનો દુખાવો, જે મટતો નથી, નાકમાંથી લોહી નીકળવું, ચહેરાના એક ભાગમાં સોજો આવવો, આંખે ઝાંખું દેખાય, ક્યારેક તાવ આવે છે અથવા લોહીથી ખાંસી પણ આના લક્ષણો છે.

એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, જો બ્લેક ફંગસ ના દર્દીઓ સમયસર સારવાર ન મેળવે અને આ શરીરમાં વધુ ફેલાવવાની તક મળે, તો તે કોરોના વાયરસ કરતા પણ જોખમી છે. બીજી કોરોના લહેરના કારણે લોકોએ વધુ સ્ટેરોઇડ્સ લીધા છે. આ જ કારણ છે કે દેશમાં બ્લેક ફંગસ ના કેસોની સંખ્યામાં વધારો થયો છે.

તેમણે કહ્યું કે બ્લેક ફંગસના કેસોમાં વધારો થયો છે અને હું માનું છું કે જેમ જેમ કોવિડના કેસ ઘટશે તેમ બ્લેક ફંગસ ના કેસ પણ ઘટશે. આના કેસ પહેલા પણ આવતા જ હતા જો કે કેસો ઓછા હતા. જો આપણે 2002-2003 માં આવેલા સાર્સના આંકડા જોઈએ તો તે સમયે પણ બ્લેક ફંગસ ના કેસ આવ્યા હતા.

ડો.ગુલેરિયાએ કહ્યું કે કોવિડ વાયરસ શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો કરે છે, જેથી ફંગલ ઇન્ફેક્શનમાં વધારો થાય છે. જો કોઈએ વધુ સ્ટેરોઇડ્સ લીધા છે અને તે ડાયાબિટીસ છે, તો તેને આનું જોખમ વધારે છે. જેમને કોવિડના હળવા લક્ષણો છે અથવા લક્ષણો વિના છે, તેમને સ્ટેરોઇડ્સ ન લેવું જોઈએ.

Tags
Back to top button