AhmedabadGujaratMadhya GujaratNorth GujaratSaurashtraSouth Gujarat

ગુજરાતમાં બ્લેક ફંગસ નો ખતરો વધ્યો: ઇલાજમાં 25 લાખ સુધીનો ખર્ચ, રાજ્યમાં 3200 કેસ, 87 ના મોત, આંખ-જડબું કાઢવા છતાં જોખમ

કોરોના મહામારી હજી ખતમ નથી થઇ ત્યાં રાજ્યમાં બ્લેક ફંગસ એટલે કે મ્યુકરમાયકોસીસ રોગ ને માહામારી જાહેર કરવો પડ્યો છે. કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે કે ગુજરાતમાં બ્લેક ફંગસ ના સૌથી વધુ કેસ છે. કેન્દ્રના જણાવ્યા મુજબ ગુજરાતમાં મ્યુકરમાયકોસીસ એટલે કે બ્લેક ફુંગસના 2281 કેસ છે. જ્યારે વાસ્તવિકતામાં આ આંકડો 5000 કરતા વધારે છે.

આશ્ચર્યજનક વાત એ છે કે આ રોગચાળો ફક્ત મોટા શહેરોમાં જ નહીં ગામડાઓમાં પણ ઝડપથી ફેલાયો છે. તેના 40 ટકા કેસ ભરૂચ, આણંદ, જામનગર અને પાટણ જેવા જિલ્લામાં છે. એકલા અમદાવાદમાં બ્લેક ફંગસ ના એક હજારથી વધુ કેસ છે, જ્યારે સુરતમાં અત્યાર સુધીમાં 800 થી વધુ કેસ નોંધાયા છે.

તેની સારવાર ઉપર કોઈ નિયંત્રણ ન હોવાથી ખાનગી હોસ્પિટલો દર્દીઓ પાસેથી મનફાવે તેમ પૈસા વસુલી રહ્યા છે. સાત-આઠ લાખ રૂપિયા વસૂલ્યા બાદ ખાનગી હોસ્પિટલો ગંભીર હાલતમાં દર્દીને સિવિલ હોસ્પિટલમાં રિફર કરી રહી છે. દર્દીઓની સારવારમાં 7 થી 25 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.

ઘણાને તેમના જડબા, નાક, આંખો દૂર કરવી પડી છે, તેમ છતાં દર્દી બચી જશે તેવી ખાતરી નથી. લાખો રૂપિયા ખર્ચ કર્યા પછી પણ દર્દીઓ જીવ બચશે કે નહી તે વિચારી રહ્યા છે. ખાનગી હોસ્પિટલો પહેલા સારવાર આપે છે અને પછી લાખો રૂપિયા લીધા પછી હાથ ઉંચા કરી રહ્યા છે.

જો દર્દીની હાલત નાજુક હોય તો સરકારી હોસ્પિટલોમાં રિફર કરે છે. એકલા સિવિલ હોસ્પિટલમાં 20 થી વધુ દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાંથી દાખલ છે.આમાંના ઘણા દર્દીઓની આંખ, નાક અને જડબાના ઓપરેશન થયા છે. સરકાર અને મહાનગર પાલિકા હજી સુધી મ્યુકરમાયકોસિસના ઉપચાર માટે કોઈ નીતિ ઘડી શક્યા નથી.

દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું હતું કે બ્લેક ફંગસ ની સારવારમાં એમ્ફોટેરિસિન-બી ઇન્જેક્શન માટે દેશમાં પુરતો સ્ટોક નથી. તેથી વધુ પાંચ ઉત્પાદકોને પરવાનો આપવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. એટલું જ નહીં, હાલના ઉત્પાદકો પણ ઈન્જેક્શનના ઉત્પાદનમાં વધારો કરી રહ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં 8,848 બ્લેક ફંગસ ના દર્દીઓ મળી આવ્યા છે.

Back to top button