CrimeGujaratRajkotSaurashtra

રાજકોટ: સસ્તા ભાવે બ્રાન્ડેડ લક્ઝુરીયસ કારનું વેચાણ, ક્રાઈમ બ્રાન્ચે કૌભાંડ નો પર્દાફાશ કર્યો

ગુજરાતમાં કાર નું એક મોટું કૌભાડ સામે આવ્યું છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચે કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.ઉત્તર પ્રદેશ અને દિલ્હીથી ચોરી કરીને મોંઘી ગાડીઓ રાજકોટમાં સસ્તા ભાવે વેચાતી હતી. ક્રાઇમ બ્રાંચે આ અંગે રાહુલ નામના એક વ્યક્તિ ની ધરપકડ કરી છે અને તેની પાસેથી ૩ ગાડીઓ પણ જપ્ત કરી છે.

રાજકોટ ક્રાઈમ બ્રાંચ ના જણાવ્યા મુજબ ક્રાઈમ બ્રાંચના PSI એમ.વી રબારી અને તેમની ટીમને વાત મળી હતી કે ૧૫૦ ફૂર રીંગ રોડ પર પરસોલી ગેરેજમાં ચોરી કરેલા વાહનો રખાયા છે. બાતમી મળતા જ ક્રાઈમ બ્રાંચ ત્યાં પહોચી હતી અને સંચાલક રાહુલ પટેલની પૂછપરછ કરતા શક મજ્બુત બન્યો હતો.

રાહુલ પાસે ગાડીઓના કાગળ પણ હતા નહી. વધુ પૂછપરછ બાદ જાણવા મળ્યું કે તેણે કાર રાજસ્થાન ના કોઈ વ્યકિત પાસેથી ખરીદી છે અને તે ચોરી કરાયેલી કાર છે.

મોંઘીદાટ કાર એકદમ સસ્તા બહાવે રાહુલે ખરીદી હતી. સ્કોર્પીઓ કાર તેણે માત્ર ૬ લાખમાં ખરીદી હતી અને બ્રેઝા કાર ૪ લાખમાં ખરીદી હતી. તેણે રાજસ્થાન ના વ્યક્તિ પાસેથી કાર ખરીદી હતી. અને હાલમાં કાર તેના ગેરેજમાં જ રાખી હતી, જે બાદમાં અન્ય કોઈને વેચવાનો હતો.

Back to top button