Corona VirusIndiaNews

મેરઠમાં 24 વર્ષીય જોડિયા ભાઈઓ કોરોનાને કારણે 24 કલાકમાં જ મૃત્યુ પામ્યા,અમારી દુનિયા વિખેરાઈ ગઈ કહીને પિતાએ,

ગ્રેગરી રામેંડ રાફેલને 23 એપ્રિલ 1997નો દિવસ હજી યાદ છે.તે જ દિવસે તેમની પત્ની સોજાની ડિલિવરી થઈ હતી.તે દિવસ ખુશીથી ભરેલ હતો.જ્યારે તે હોસ્પિટલમાં ગયા ત્યારે જાણવા મળ્યું કે તેમણે બે જોડિયા દીકરાઓને જન્મ આપ્યો છે.બંને બરાબર સરખા દેખાતા હતા.તેમણે તેમનું નામ જોફ્રેડ વર્ગીઝ ગ્રેગરી અને રાલ્ફ્રેડ જ્યોર્જ ગ્રેગરી રાખ્યું.

એક અહેવાલ મુજબ તે બંને એક સમાન જીવન જીવતા હતા.બંનેએ કમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ પસંદ કર્યો હતો.આ બંને હૈદરાબાદમાં નોકરી પણ કરતાં હતા.થોડાક સમય પહેલા બંનેને કોરોના વાયરસમાં સંક્રમિત થયા હતા.ગયા અઠવાડિયે કોરોના સામે લડતા લડતા બંને ભાઈઓ એક સાથે મૃત્યુ પામ્યા હતા.

તેમના પિતાએ કહ્યું કે તે જાણતા હતા કે જો તેમના બંને દીકરાઓ સ્વસ્થ થશે તો બંને એક સાથે સ્વસ્થ થઈ જશે.જો નહીં થયા તો બંને સારા નહીં થાય અને એવું જ બન્યું.બંનેનું કોરોનાને કારણે મોત થયું હતું.તેમના પિતા કહે છે કે એક સાથે જે થતું હતું તે બીજા સાથે પણ થતું હતું.જન્મથી બંનેમાં એક જ સરખું હતું.

તે વધુમાં કહે છે કે મેં મારી પત્નીને કહ્યું કે જોફ્રેડનું મૃત્યુ થયું છે.હવે રાલ્ફ્રેડ પણ પાછો નહીં આવી શકે.13 અને 14 મે ના રોજ થોડા જ કલાકના અંતરમાં બંનેનું મોત નીપજ્યું હતું.પિતા ભાવુક થઈને કહે છે કે જોડિયા ભાઈઓએ અમારી માટે યોજના બનાવી હતી.તેઓ અમને વધુ સારું જીવન આપવા માંગતા હતા.એક શિક્ષક તરીકે મે મારા બાળકોને ભણાવવામાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે.

મરતા પહેલા બંને કામ માટે કોરિયા અથવા જર્મની જવા ઇચ્છતા હતા.ભગવાનને કયા ગુનાઓની સજા આપી છે તે હું જાણતો નથી.તેમને નેલ્ફ્રેડ નામનો ત્રીજો પુત્ર પણ છે.મેરઠ કેન્ટમાં રહેતો તેમનો પરિવાર અગાઉ તેમના બંને જોડિયા પુત્રોની ઘરે સારવાર કરી રહ્યો હતો.પછી તેમનું ઓક્સિજન સ્તર ઘટવા લાગ્યું.1 મે ના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.પહેલા તેમનો રિપોર્ટ પોજીટીવ આવ્યો હતો.

પરંતુ બાદમાં જ્યારે ફરીથી RT- PCR ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.ટૂંક સમયમાં ડોકટરો તેમને કોરોના વોર્ડથી સામાન્ય આઇસીયુમાં શિફ્ટ કરવાના હતા.પછી મેં તેમને વિનંતી કરી કે તે હજી બે દિવસ કોવિડ વોર્ડમાં રાખે.જ્યાં સુધી તેમની સ્થિતિ સુધરી શકે છે.ત્યારબાદ 13 મી એ અમને કોલ આવ્યો.મારી પત્નીએ કોલ ઉપાડ્યો અને અમારી દુનિયા વિખરાય ગઈ.

રાલ્ફ્રેડે તેમની માતાને છેલ્લી વાર ફોન કર્યો.તે હોસ્પિટલના બેડ પરથી જ વાત કરતો હતો.તેનો અવાજ ધ્રૂજતો હતો.તેણે તેની માતાને રિકવરી વિશે જણાવ્યું અને તેના ભાઈની તબિયત વિશે પૂછપરછ કરી.પરંતુ ત્યાં સુધીમાં તે ભાઈનું મોત નીપજ્યું હતું.તેથી અમે તેને એવું બહાનું બનાવીને કહ્યું કે તેને દિલ્હી ખસેડવામાં આવ્યો છે.પરંતુ અંદર તે જાણતો હતો કે તેનો જોડિયા ભાઈ દુનિયા છોડી ગયો છે.આ બાદ તેણે તેની માતાને કહ્યું કે તમે જૂઠું બોલો છો.

Back to top button