Astrology

મૃત્યુ પછી તમારી આત્મા આ 8 કામ કરે જ છે,જે તમે ક્યારેય સાંભળ્યા નહીં હોય,

ગરુડ પુરાણ અનુસાર મનુષ્યના મૃત્યુ પછી ખરેખર શું થાય છે ? આમ તો મૃત્યુ વિશે આપણાં બધાના મનમાં ઘણા બધા સવાલો હોય છે.મનુષ્યે તેનો જવાબ શોધવાની કોશિશ કરી છે.ઘણા બધા ધર્મોમાં વિશ્વાસના આધારે લોકો મનુષ્યના મૃત્યુ પછી આત્મામાં હોવાનું જણાવે છે,તેમજ સ્વર્ગ-નર્ક માં હોવાનું જણાવે છે.

જ્યારે પણ આપણાં ઘરનું કોઈ સભ્ય કે પછી આજુબાજુમાં કોઈનું મૃત્યુ થાય છે ત્યારે આપણે વિચારીએ છીએ કે ક્યાં ગયા હશે,તે આપની બાજુમાં હશે કે પછી આકાશમાં તારો બની ગયા હશે,કે પછી ત્યાં પણ નહીં હોય.આ બધાનો જવાબ ગરુડ પુરાણ મુજબ સચોટ જોવામાં આવ્યો છે.આમ તો ગરુડ પુરાણ હિન્દુ ધર્મના 18 પ્રાચીન પુરાણ માંનો એક છે.

સાહિત્યનો એક ભાગ છે તેમજ ભગવાન વિષ્ણુ જી ના અને ગરુડ વચ્ચેના મનુષ્યના સંબંધ ને લઈને લખવામાં આવ્યો છે.ગરુડ પુરાણમાં વિસ્તાર વાર મૃત્યુ અંગે લખવામાં આવ્યું છે.મનુષ્યના મૃત્યુ સમયે અંતિમ ક્રિયા કરતી વખતે ગરુડ પુરાણનું વાંચન કરવામાં આવે છે,તે આત્મા ધરતી પર કેટલા દિવસ સુધી રહે છે,તેના વિશે અમે આજે તમને જણાવીશું.

1.જ્યારે કોઈ મનુષ્યનું મૃત્યુ થાય છે,ત્યારે તેમની સાથેનો આપડો સંબંધ અચાનક જ તૂટી જાય છે,મનુષ્યની અંતિમ ક્રિયા અમુક ભાગોમાં કરવામાં આવે છે જે એક રીતે નિચ્છિત કરવામાં આવે છે.2.મૃત્યુના લગભગ 4 થી 5 કલાક પહેલા મૃતદેહના પગના નીચે પૃથ્વીના 16 ચક્ર અલગ થઈ જાય છે.એટ્લે મનુષ્યનો પૃથ્વી સાથેનો સંબધ ધીમે-ધીમે તૂટવા લાગે છે,જ્યારે મૃત્યુ એકદમ નજીક આવે છે ત્યારે દેવતા યમરાજ આવે છે.અને આત્મા લઈ જાય છે.

3.જ્યારે મનુષ્યનું મૃત્યુ થાય છે ત્યારે શરીર અને આત્મા વચ્ચેનું જોડાણ તૂટી જાય છે.જેના કારણે આત્માનું મનુષ્યના શરીરમાંથી મુક્ત થઈ જાય છે,અને જો આત્માને શરીર સાથે વધારે લગાવ હોય તો શરીરમાંથી નીકળીને ફરીથી થોડાક સમય માટે શરીરમાં પ્રવેશ કરે છે.જેવી રીતે આપણાં માટે મૃત શરીરનો સ્વીકાર આપણાં માટે અઘરો હોય છે તેટલો જ શરીરથી અલગ થતાં આત્માને પણ ઇનકાર કરે છે.તે ફરીવાર શરીરમાં પ્રવેશ નથી કરતાં.

4.આત્મા બધા જોડે વાતો કરવાનો પ્રયત્ન કરે છે પણ તેનો અવાજ કોઈ સાંભળી શકતું નથી,અને ધીરે ધીરે આત્માને તેનો અહેસાસ થાય છે અને લાગે છે તેનું શરીર નાશ પામ્યુ છે.અને આ સમયે મનુષ્યના શરીરથી આત્મા વચ્ચેનું અંતર લગભગ 12 ફૂટ જેટલુ તળતું રહે છે.આજુબાજુમાં બની રહેલ ઘટનાઓને જોઈ અને સાંભળી રહે છે.

5.જ્યારે મનુષ્યના અંતિમ સંકસ્કારની ક્રિયા કરવામાં આવે છે ત્યારે આત્મા એવું સમજી લે છે કે તે હવે પોતાનો આ સમય પૃથ્વી પરથી રહેલ પૂર્ણ થઈ ગયો છે,અને તેનું શરીર પંચ તત્વમાં વિલીન થઈ જાય છે.આ સમયે આત્મા એકદમ આઝાદ મહેસુસ કરે છે.અને સતત સાત દિવસ સુધી આત્મા શરીર જોડે વિતાવેલ સ્થળે વિતાવે છે.અને ત્યાર પછી બધા લોકોને પૃથ્વી પર થી અલવિદા કહીને
બધાથી દૂર આત્મા જતી રહી છે અને બીજી દુનિયામાં પ્રવેશ કરે છે

6.એવું કહેવાય છે કે આત્માને બીજી દુનિયામાં પ્રવેશ કરવા માટે લાંબી સુરંગમાંથી પસાર થવું પડે છે એટલા માટે મૃત્યુના 12 દિવસ ખૂબ જ મહત્વ પૂર્ણ હોય છે.આપણે મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર ખૂબ જ શ્રદ્ધાથી કરવા જોઈએ.અને આત્મા જોડે ક્ષમા યાચના માગવી જોઈએ.મૃત્યુ પછીની વિધિ ધાર્મિક રીતે કરવાથી આત્માને પોતાને સમૃદ્ધ અને મદદરૂપ થાય છે,પરંતુ જો આપડે વિધિ રિવાજ મુજબ અંતિમ સંસ્કાર નથી કરતાં તો આત્માને બીજી દુનિયામાં પ્રવેશ કરતાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તે પૃથ્વી પર જ લાંબો સમય ભટક્યા કરે છે.

7.મૃત્યુ પછી 11 કે 12 દિવસે હિન્દુ ધર્મ મુજબ લોકો હવન અને પ્રાથના કરાવે છે જેથી આત્માં પોતાના પૂર્વજો અને સગા-સંબધિઓને મળે છે.પહેલા મૃત્યુ પામેલા પૂર્વજો તે આત્માનું સ્વાગત કરે છે.8.આત્માં માટે કોઈ ભગવાન નથી હોતા.આત્મા સ્વયં પોતાની જિંદગી વિશે વિચારે છે.જેવી રીતે તેને જીવંત અવસ્થામાં અન્ય મનુષ્ય વિશે વિચારતી હતી,આત્મા પોતાની સાથે થયેલ ખરાબ વ્યવહારથી ગુસ્સે થાય છે અને તેનો બદલો લેવાની પણ ઈચ્છા રાખે છે,અને પસ્તાવો પણ કરે છે અને સ્વયં સજા માગે છે.

આ પરથી જ આગળના જીવનનો આધાર બને છે.આત્મા પોતાના પાછલા જન્મોમાં કરેલ કર્મોનું જ બ્લૂ પ્રિન્ટ તૈયાર કરે છે,જેટલુ ખોટું કર્યું હશે તે આગલા જન્મમાં ભોગવશે.એટલા માગે ખોટું કર્યા પછી લોકો જોડે માફી માંગવી ખૂબ જ જરૂરી છે,આત્મા એ કરેલ પ્રિન્ટ પ્રમાણે આત્માને નવો જન્મ મળે છે,આત્મા સ્વયં પોતાના માતા-પિતા નક્કી કરે છે,અને તે માતાના ગર્ભમાં પ્રવેશે છે.

મનુષ્યના બીજા જન્મ પછી 40 દિવસ સુધી બાળકને પોતાનો પાછલો જન્મ યાદ રહે છે અને તેને યાદ કરીને હશે છે અને રડે પણ છે.તે પછી પાછલા જન્મની બધી જ યાદ શક્તિ નાશ પામે છે.

Back to top button