International

ચીનમાં ગગનચુંબી ઈમારત અચાનક એક બાજુ નમવા લાગી, જુઓ ખૌફનાક વિડીયો

આકાશને સ્પર્શતી બિલ્ડિંગ અચાનક હલવા માંડે અને લોકો ભાગમભાગ કરે,આવું દૃશ્ય તમે ફિલ્મોમાં જોયું હશે. પરંતુ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વિડિઓ જોઇને તમે કદાચ તેના પર વિશ્વાસ જ નહી કરી શકો.ચીનના સૌથી વ્યસ્ત શહેરોમાંના એક શેનઝેન શહેરમાં અચાનક અફરાતફરી મચી ગઈ જ્યારે 355 મીટર ઉંચી ઇમારત અચાનક જોરથી ધ્રૂજવા લાગી.

કોઈને ખબર નહોતી કે આ બિલ્ડિંગ કેમ હલી રહી છે. જ્યારે આસપાસની અન્ય ઇમારતો તો સંપૂર્ણ સ્થિર હતી.ઈમારત જયારે હલતી હતી ત્યરે પવન પણ વધુ ઝડપે ફૂંકાતો ન હતો.બિલ્ડિંગને હલતી જોઇને નીચે લોકોમાં અફરાતફરી સર્જાઈ હતી અને આનો વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કરતા ખુબ જ વાયરલ થયો છે.

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સના અહેવાલમાં જણાવાયું છે કે ઈમારત હલવા લાગતા આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો છે. ત્યાં હાજર ઘણા લોકોએ આ બિલ્ડિંગ નો વીડિયો બનાવ્યો છે, જે ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વેઇબો પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ બિલ્ડિંગને અચાનક હલવાનું કારણ પૂછી રહ્યા છે. શેનઝેન એ ચીનની ચાર મોટી મેગાસિટીમાંની એક છે. જુઓ વિડીયો,

ચીનના ઇમરજન્સી મેનેજમેન્ટ બ્યુરોએ ઈમારત અચાનક ધ્રુજાવાની તપાસ શરૂ કરી દીધી છે. આખો વિસ્તાર ખાલી કરી દેવામાં આવ્યો છે અને બિલ્ડિંગમાં હાજર તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. ઇમર્જન્સી મેનેજમેન્ટ બ્યુરોના જણાવ્યા મુજબ ઈમારત હલવા પાછળ હાલ કોઈ પર્થ્મિક કારણ સામે આવ્યું નથી.

Back to top button