healthIndia

Cipla કંપની લઈને આવી કોરોના ના દર્દી માટે એન્ટીબોડી કોકટેલ ઇન્જેક્શન, પણ કિંમત જાણીને જ પરસેવો વળી જશે

અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપનીઓ રોશ ઇન્ડિયા અને સિપ્લાએ આજે ભારતમાં રોશ ના એન્ટિબોડી કોકટેલ લોન્ચ કરવાની ઘોષણા કરી હતી. આ એન્ટિબોડી કોકટેલનો હેતુ કોવિડ-19 ના અત્યંત માંદા દર્દીઓની સારવાર માટે છે. સિપ્લા અને રોશ એ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે એન્ટિબોડી કોકટેલની પ્રથમ બેચ ભારતમાં ઉપલબ્ધ છે, જ્યારે બીજી બેચ જૂન મધ્યમાં ઉપલબ્ધ થઈ જશે. આટલા ડોઝથી બે લાખ દર્દીઓની સારવાર કરી શકાય છે.

સિપ્લા દેશભરમાં તેની મજબૂત વિતરણ ક્ષમતાની મદદથી ડ્રગનું વિતરણ કરશે. નિવેદન અનુસાર દરેક દર્દી માટે એક ડોઝની કિંમત 59,750 રૂપિયા હશે, જેમાં તમામ ટેક્સ નો પણ સમાવેશ થાય છે. નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે આ દવા મોટી હોસ્પિટલો અને કોવિડ સારવાર કેન્દ્રો દ્વારા ઉપલબ્ધ થશે.

મળતી માહિતી પ્રમાણે આ દવા કોરોનાથી પીડિત ગંભીર દર્દીઓ માટે હશે. સિપ્લા અને રોશએ સંયુક્ત નિવેદનમાં કહ્યું કે આ ડ્રગના મલ્ટિ ડોઝ પેકની કિંમત 1 લાખ 19 હજાર 500 રૂપિયા રાખવામાં આવી છે. આ કિંમતમાં તમામ પ્રકારના ટેક્સ નો સમાવેશ થાય છે. આ મલ્ટી ડોઝ પેક 2 દર્દીઓની સારવાર કરી શકે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ દવા તમામ મોટી હોસ્પિટલો અને કોરોના હોસ્પિટલોમાં ઉપલબ્ધ રહેશે. ભારતમાં આ દવા સિપ્લા કંપની દ્વારા વિતરણ કરવામાં આવશે.

રોશ ફાર્મા ઇન્ડિયાના સીઈઓ વી સિમ્પસન ઇમેન્યુએલે કહ્યું કે આ એન્ટિબોડી કોકટેલના ઉપયોગથી ભારતમાં કોરોના દર્દીઓની હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાત નોંધપાત્ર રીતે ઓછી થશે. તેઓ ઘરે આ દવાની સારવાર કરીને પોતાને ઇલાજ કરવામાં સક્ષમ હશે. આનાથી ભારતના આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ ઘણી રાહત મળશે.

Back to top button