GujaratRajkotSaurashtra

રાજકોટ: ટ્રકે 2 બાઈક ને મારી ટક્કર, 20-22 વર્ષના ત્રણ યુવકોના મોત, એક ઘાયલ

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં માર્ગ અકસ્માતમાં ત્રણ યુવકોનાં મોત નીપજ્યાં હતાં અને અન્ય એક ઘાયલ થયો હતો. અકસ્માત સર્જી ટ્રકચાલક નાસી છૂટયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે.

ધોરાજી પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, જૂનાગઢ રોડ પર લવલી બ્રિજ પાસે રવિવારે મોડીરાત્રે બંને વાહનો ની ટ્રક સાથે ટક્કર થઇ હતી. જેમાં ત્રણ યુવકો એક જ બાઇક પર સવાર હતા, જેમાંથી બેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ત્રીજાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

બીજી બાઇક પર સવાર એક યુવક ઘાયલ થયો છે, જેની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃતકોની ઓળખ ફૈઝલ રંગોનીયા (22), મુસ્તાક મિયાં (29) અને સાહિલ (16) તરીકે થઇ છે. મુસ્તાક વ્યવસાયે મજૂર હતો અને તેના પરિવારમાં પત્ની અને ત્રણ બાળકો છે. ફૈઝલ ​​અવિવાહિત હતો અને તે પણ મજૂર તરીકે કામ કરતો હતો.સાહિલ 16 વર્ષનો હતો અને તે પરિવારનો એકમાત્ર પુત્ર હતો.

Back to top button