BusinessGujaratIndia

ગૌતમ અદાણી જો આટલી ઝડપથી જ આગળ વધતાં રહેશે,તો દેશના સૌથી ધનિક વ્યક્તિ બની શકે છે,

અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણી એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે.તેમની સંપત્તિ જે ઝડપી વધી રહી છે તેનો એ પ્રશ્ન ઉભો કરે છે કે શું તે ટૂંક સમયમાં દેશ અને એશિયામાં સૌથી ધનિક વ્યક્તિ બનશે ? છેલ્લા એક દિવસ એટલે કે બુધવારથી ગુરુવારની વચ્ચે ગૌતમ અદાણીની સંપત્તિમાં 1.11 અબજ યુએસ ડોલરનો વધારો થયો છે.

આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં તેમની સંપત્તિમાં 32.7 અરબ ડોલર (લગભગ 2.38 લાખ કરોડ રૂપિયા) નો વધારો થયો છે.નોંધપાત્ર વાત એ છે કે બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર ગૌતમ અદાણી એશિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં બીજા સ્થાને છે.તેમણે ચીનના અબજોપતિ ઝોંગ શાનશાનને પાછળ છોડી દીધા છે.

અદાણી ગ્રુપ ઑફ કંપનીના શેરમાં અતિશય વધારાને કારણે ગૌતમ અદાણીની પોતાની નેટવર્થમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર,ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 67.6 અબજ (લગભગ 4.93 લાખ કરોડ રૂપિયા) છે.આ વર્ષે ફક્ત તેમની સંપત્તિમાં 32.7 અરબ ડોલરનો વધારો થયો છે.

મુકેશ અંબાણીથી ફક્ત આટલો તફાવત-બીજી તરફ,રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી હજુ પણ એશિયાના શ્રીમંત લોકોની યાદીમાં ટોચ પર છે.તેમની કુલ સંપત્તિ 76.3 અબજ છે.છેલ્લા એક દિવસમાં,મુકેશ અંબાણીની સંપત્તિમાં 22 કરોડ ડોલરનો ઘટાડો થયો છે,જ્યારે અદાણીની સંપત્તિમાં 1.11 અરબ ડોલરનો વધારો થયો છે.

બંનેની સંપત્તિમાં હવે 8.7 અરબ ડોલરનો (આશરે 63,530 કરોડ) નું અંતર છે અને અદાણી જે ગતિથી વધી રહ્યાં છે.તેને જોઈને લાગે છે કે હવે થોડા દિવસોની વાત છે.બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર,વિશ્વના ધનિક લોકોની યાદીમાં મુકેશ અંબાણી 13 મા ક્રમે છે.જ્યારે ગૌતમ અદાણી 14 માં નંબર પર છે.

અદાણી ગ્રૂપના શેરમાં ઉછાળો-છેલ્લા કેટલાક સમયથી અદાણી જૂથ શેરના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.તેનો લાભ ગૌતમ અદાણીને મળી રહ્યો છે.અદાણી ગ્રીન,અદાણી એન્ટરપ્રાઇઝ,અદાણી ગેસ અને અદાણી ટ્રાન્સમિશન જેવી તેમની વ્યક્તિગત કંપનીઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

છેલ્લા એક વર્ષમાં અદાણી ટોટલ ગેસનો શેર લગભગ 1145 ટકા વધ્યો છે.અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી ટ્રાન્સમિશનના શેરમાં અનુક્રમે 827 અને 617 ટકાનો ઉછાળો નોંધાયો છે.આ બધાને લીધે ગૌતમ અદાણીની સંપત્તિમાં ધરખમ વધારો થયો છે.

Back to top button