Corona VirusIndiaNews

ભારતમાં અહી નવો ખતરો: પાણીમાં મળ્યો કોરોના વાયરસ, ટેસ્ટમાં થયો ખુલાસો

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં કોરોના વાયરસ અંગે એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. હવે કોવિડ-19 વાયરસની પુષ્ટિ પાણીમાં પણ થઈ ગઈ છે. યુપીમાં નદીઓમાં છોડાતા મૃતદેહોને લીધે હવે નિષ્ણાતોએ પાણીમાં રહેલા વાયરસ અંગે ચર્ચા શરૂ કરી દીધી છે. જ્યારે આઈસીએમઆર અને ડબ્લ્યુએચ દ્વારા પાણીના નમૂનાઓની તપાસ શરૂ કરવામાં આવી ત્યારે પાણીના નમૂનાઓ પણ એકત્ર કરવા લાગ્યા.

ગટરના નમૂનાના પરીક્ષણ માટે કુલ આઠ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. આ કેન્દ્રોમાંથી એક, લખનઉની એસજીપીજીઆઇ હોસ્પિટલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પીજીઆઈ માઇક્રોબાયોલોજી વિભાગના વડા ઉજ્જવલા ઘોષલ કહે છે કે પહેલા તબક્કામાં લખનઉના 3 જુદા જુદા સ્થળોએ ગટરમાંથી નમૂના લેવામાં આવ્યા છે, તેમાંથી એક જગ્યાએ ગટરના પાણીના નમૂનામાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે.

માઇક્રોબાયોલોજી વિભાગના એચઓડીએ જણાવ્યું હતું કે અમારી ટીમો દ્વારા લખનૌમાં જુદી જુદી જગ્યાઓથી ગટરનું પાણી પરીક્ષણ માટે લેવામાં આવ્યું હતું, જેમાં ચોરાના ખડરા, માછલી મહોલ્લા અને ક્લોક ટાવરનું ગટરનું પાણી સમાયેલું છે. આ ત્રણ નમૂનાઓમાંથી એક નમૂના ખડરાના રુકપુરથી આવ્યો હતો, જ્યારે લેબમાં તેનું પરીક્ષણ કરવામાં આવતું હતું, તપાસ દરમિયાન કોરોના વાયરસ પાણીમાં મળી મળી આવ્યો છે.

ડો.ઉજ્જવાલાએ કહ્યું કે પાણીમાં મળેલા નમૂનાના અહેવાલને ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) ને સુપરત કરવામાં આવ્યો છે. જો પીજીઆઈ માઇક્રોબાયોલોજીના વડાને માનવું હોય તો, પાણીમાં વાયરસ થવાનું કારણ લોકોનું મળ છે. એવા લોકો કે જેઓ તેમના ઘરોમાં પોઝીટીવ છે, આ દરમિયાણ તેમના દ્વારા વપરાયેલું પાણી ગટરમાં જતું હોય છે.

અમુક કોરોના દર્દીઓના મળમાં વાયરસ હોવાની પુષ્ટિ થઈ છે. ઘણા દેશોએ કરેલા સંશોધનમાં આ વાત સામે આવી છે. સંશોધન દ્વારા એવું પણ બહાર આવ્યું છે કે લગભગ અડધા ટકા લોકોને મળમાં પણ કોરોના વાયરસ મળી આવ્યો છે.

જ્યારે લોકો કોરોનાથી પીડાય છે, ત્યારે તેઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાનાં બાથરૂમ ને અલગ રાખે. શક્ય હોય તો પરિવારના અન્ય સભ્યો એ બાથરૂમનો ઉપયોગ ન કરે.

Back to top button