health

ગેસ,એસીડીટી અને અપચાની સમસ્યાને દૂર કરવા અપનાવો આ ઘરેલુ ઉપચાર,પછી જુઓ તેનો ચમત્કાર,

ઘણી વખત આપણે તીખો તમતમતો ખોરાક ખાઈએ છીએ તો પણ આપણને એસીડીટી અને ગેસની સમસ્યા થઇ જાય છે તો પછી જમ્યા બાદ બેસી રહેવાની કે સુઇ જવાની ટેવને કારણે અપચો જેવી સમસ્યા સતાવતી રહે છે.સૌથી પહેલા તો આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કેટલીક ઘરેલુ ઉપચાર છે જેને તરત જ અપનાવવી જોઇએ.

એસીડીટી અને અપચાની સમસ્યાથી ફક્ત ખાટા ઓડકાર જ નહીં પણ પેટનો દુ:ખાવો પણ થાય છે સાથે ઘણી વખત માથુ પણ દુ:ખવા લાગે છે અને ઉલ્ટી પણ થાય છે.આવામાં કેટલીક સામાન્ય બાબતોનું જો ધ્યાન રાખવામાં આવે તો આ તક્લીફમાંથી છુટકારો મળે છે.જો તમારે જમ્યા પછી તરત જ સૂવાની ટેવ હોય તો તેનાંથી દૂર રહો.જમ્યા પછી થોડુક ચાલવાની આદત બનાવો.

જમ્યા બાદ ચાલવાની ટેવ પાડશો તો ફક્ત એસીડીટી અને અપચાની સમસ્યાનું જ નિવારણ નહીં,પણ સાથે સાથે પેટ પર બનતી ચરબીમાં પણ ઘટાડો થશે.જો તમને ખૂબ જ ગેસ થતો હોય તો,દિવસમાં અડધી ચમચી અજમો ગરમ પાણી સાથે લો.જેના કારણે હ્રદયના દુ:ખાવામાં અને પેટના દુ:ખાવામાં પણ રાહત મળશે.અજમા સાથે મીઠું,લીંબુનાં બે-ત્રણ ટીંપાં પણ સારો ઇલાજ છે.

અપચો,ગેસ,પિત્ત અને ખાટા ઓડકાર માટે દેશી દવાઓનો ઉપાય કરી શકો છો.જીરૂના પાવડર સાથે થોડી હિંગ મિક્સ કરી લેવાથી પેટમાં થયેલ ગેસનો ભરાવો દૂર થાય છે.આ ઉપરાંત મેથી અને સેકેલું ચૂર્ણ પાણી સાથે લેવાથી ગેસ, મળ,આફરો,ઉબકા અને ખાટા ઓડકારમાં ખૂબ જ ફાયદો થાય છે.જો દિવસમાં ત્રણ વાર ગોળ અને સૂંઠને મિક્સ કરી લેવાથી ગેસ અને પિત્તની સમસ્યા દૂર થાય છે.

ગેસની તકલીફ દૂર કરવા,શેકેલા કાચકા અને મરી સરખા ભાગે લઈ પાવડર બનાવી ફાકી જવાથી ગેસમાં ચોક્કસથી રાહત મળે છે.25 ગ્રામ મેથી અને 25 ગ્રામ સુવાને અધકચરા શેકી વાટી દેવા.આ ચૂર્ણને પછી એક ડબામાં ભરી દેવું.દિવસમાં ત્રણ વાર અડધી-અડધી ચમચી ફાકી જવી.આ ઉપાયથી ગેસ,ખાટા ઓડકાર,પાતળા ઝાડા વગેરે મટી જાય છે.

Back to top button