International

ગર્લફ્રેન્ડ ને દોઢ કરોડ ની કાર ગીફ્ટ કરવા આ યુવક મરતા મરતા રહી ગયો, જાણીને ચોંકી જશો

એવું કહેવામાં આવે છે કે જે પોતાની જાતને મદદ કરતું નથી, ભગવાન પણ તેની મદદ કરતા નથી. સેન્ટ્રલ ઝિમ્બાબ્વેમાં આવું જ કઇક બન્યું, જ્યાં એક વ્યક્તિ તેની ગર્લફ્રેન્ડને 1.5 કરોડની કાર આપવા માંગતો હતો, પરંતુ તેની પાસે પૈસા નહોતા. તો પછી આ વ્યક્તિ દ્વારા અપનાવવામાં આવેલી પદ્ધતિ આશ્ચર્યજનક છે.

આ માર્ક મુરાદઝિરા નામના યુવકની વાત છે જે સેન્ટ્રલ ઝિમ્બાબ્વેમાં રિશેન સેન્તાસ ચર્ચમાં કામ કરે છે. માર્કનું માનવું હતું કે જો તે ધ્યાન કરશે તો ભગવાન તેમને દર્શન આપશે. આ પછ, તે ભગવાનને તેની ગર્લફ્રેન્ડને ભેટ આપવા માટે લેમ્બોર્ગિની કાર માંગશે. આ માન્યતા સાથે તેણે 40 દિવસ ઉપવાસ કરવાનું નક્કી કર્યું અને ખાવા ની વસ્તુ તરફ તેનું ધ્યાન ન જાય એટલે તે દુર પહાડોમાં જતો રહ્યો હતો.

માર્ક ગાયબ થઇ જતા તેના મિત્રો પણ પરેશાન હતા. જેણે તેને છેલ્લી વાર જોયો હતો તેણે કહ્યું કે તેણે ઘણા લોકોને કહ્યું હતું કે ભગવાન તેમને લેમ્બોર્ગિની કાર આપશે. તેને આ માટે એક આઇડિયા આવ્યો છે. 40 દિવસ અને 40 રાત સુધી ઉપવાસ કરીને, તે ભગવાનને પ્રસન્ન કરશે અને ભગવાન પાસે લેમ્બોર્ગિની કાર માંગશે.

માર્ક ૩૩મા દિવસે મળ્યો હતો. 27 વર્ષનો માર્ક ખૂબ જ નબળો પડી ગયો હતો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ચર્ચના બિશપ માવરુએ કહ્યું હતું કે તેણે ઓછામાં ઓછું કોઈ નોકરી માટે ઉપવાસ કરી લેવું જોઈએ, કારણ કે તે બેરોજગાર છે. જો કે, માર્કના સાથીઓએ તેની મદદ માટે કેટલાક પૈસા એકઠા કર્યા હતા, જે તે બીમાર હોય ત્યારે તેની દવામાં ખર્ચ થઇ જતા હતા.

જો કે હજી સુધી તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે માર્ક પાણી અને ખોરાક વિના કેટલો સમય રહ્યો હતો. કોઈ માણસ સૈદ્ધાંતિક રીતે ત્રણ અઠવાડિયા સુધી ખોરાક વિના જીવી શકે છે. પાણી વિના ત્રણ કે ચાર દિવસથી વધુ સમય રહેવું ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.

Back to top button