IndiaInternational

Hero આ કંપની સાથે મળીને ઇલેક્ટ્રિક સ્કુટર લોન્ચ કરશે: એક વખત ચાર્જ કરીને 83 કિમી ચલાવી શકશો, કિંમત છે આટલી

દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં લોકો ઇલેક્ટ્રિક વાહનો ની માંગ ભારતમાં વધી રહી છે. કંપનીઓ ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં જોર લગાવી રહી છે. ત્યારે હવે તાઇવાનની ગોગોરો કંપનીએ ભારત હિરો મોટોકોર્પ સાથે ભાગીદારી કરી છે. તે ભારતમાં હીરોના સહયોગથી ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ કરશે. તે ભારતમાં Gogoro Viva નામથી નોંધાયેલ છે.

આ સ્કૂટરને તાઈવાનમાં 27 જૂનથી મંગાવવામાં આવી શકે છે. તેમાં સ્માર્ટફોન કનેક્ટિવિટીનું ફીચર છે. આ કંપની બેટરી સ્વેપિંગનેટવર્ક્સ બનાવવા માટે જાણીતી છે. આ તકનીકથી, ગ્રાહક કોઈપણ કેન્દ્રમાં જઈ શકે છે. એપ્લિકેશનમાં સાઇન અપ કરીને, તમે 1 મિનિટમાં ખાલી બેટરી પૂર્ણ ચાર્જ કરી શકો છો.

ગોગોરો તાઇવાનમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સનું વેચાણ પણ કરે છે. આ સ્કૂટર આવતા વર્ષે જાન્યુઆરીથી માર્ચની વચ્ચે આવે તેવી સંભાવના છે. તાઇવાનમાં તેની કિંમત ૧૮૦૦ ડોલર છે.એટલે કે તે ભારતમાં લગભગ 1 લાખ 32 હજાર રૂપિયા માં મળી શકે છે.

તેનું મેન્ટેનન્સ એટલે કે જાળવણી એ સામાન્ય બાઇક કરતા ઓછી હોય છે. તેને કોઈ વિશેષ સર્વિસિંગની જરૂર નથી, ફક્ત ઓઇલિંગ અને બ્રેક્સ જેવી ચીજોની કાળજી લો. સ્કૂટરની બેટરી બગડે છે કંપની ગોગોરો ગ્રાહકને પ્રથમ બે વર્ષ માટે મફત બેટરી બદલવાની મંજૂરી આપે છે. કંપનીના સર્વિસ સેન્ટરમાં બેટરી બદલી શકાય છે. બે વર્ષમાં, ગ્રાહક આ બેટરીને જોઈએ તેટલી વખત બદલી શકે છે.

આ સિવાય કંપની બે વર્ષ સુધી સ્કૂટરનું મફત રિપેરિંગ પણ કરશે. તે એક ચાર્જ પર 30 કિ.મી./કલાકની ઝડપે 85 કિ.મી. સુધી દોડી શકે છે. આ સાથે જ એક વર્ષનો વીમો કંપની દ્વારા આપવામાં આવશે.

Back to top button