BollywoodBusinessGujaratIndiaLife Style

મુકેશ અંબાણી જ્યારે પહેલીવાર અનિલ અંબાણીની પત્ની ટીનાને મળ્યા ત્યારે મજાક-મજાકમાં એવું કહી દીધુ કે,

અંબાણી પરિવારની દેશ અને દુનિયામાં વિશેષ ઓળખ છે.અંબાણી પરિવારના પણ હિન્દી સિનેમાના ઘણા મોટા સ્ટાર્સ સાથે ખૂબ સારા અને મધુર સંબંધ છે.રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીએ તેમના સમયની પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી ટીના અંબાણી સાથે લગ્ન કર્યા છે.

બોલિવૂડમાં તેમના સમય દરમિયાન ટીના અંબાણીએ ઘણા મોટા કલાકારો સાથે કામ કર્યું હતું.આ દરમિયાન ટીના અંબાણીનું રાજેશ ખન્ના અને સંજય દત્ત જેવા દિગ્ગજો સાથે પણ અફેર હતું.જો કે,પછી ટીનાએ પ્રખ્યાત ઉદ્યોગપતિ અનિલ અંબાણી સાથે લગ્ન કર્યા.1991 માં બંનેએ સાત ફેરા લીધા હતા.80 ના દાયકામાં ટીનાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.

તેમના અભિનયની સાથે તે તેમની સુંદરતા માટે પણ જાણીતા હતા.એવું કહેવામાં આવે છે કે ટીના સાથે લગ્ન કરવું એ અનિલ અંબાણી માટે સરળ કાર્ય નહોતું.વર્ષ 1991 માં,ટીના સાથે સાત ફેરા લેતા પહેલા,તેમને મેળવવા માટે તેમની પાસે અઘરૂ કામ હતું.પછી વાત થઈ.અનિલ અને ટીના અંબાણીએ વીતેલ સમયની અભિનેત્રી સિમી ગ્રેવાલના ચેટ શોમાં તેમના સંબંધો વિશે ખુલીને વાત કરી.

બંનેએ પોતાની લવ સ્ટોરી બધા સાથે શેર કરી.ટીનાના કહેવા પ્રમાણે,જ્યારે તે લોસ એન્જલસથી પરત ફરી ત્યારે અનિલ અંબાણીએ તેમના પરિવાર સાથે તેનો પરિચય કરાવ્યો.આ બેઠક દરમિયાન જ મુકેશ અંબાણી અને તેની માતા કોકિલાબેને ટીનાને પૂછ્યું કે તે અનિલ સાથે લગ્ન કરશે.

તમને જણાવી દઇએ કે,આ દરમિયાન,અનિલ અંબાણી ટીનાને તેમના પરિવાર સાથે છોડીને ક્યાંક ગયા હતા.આ સમયમાં મુકેશ અંબાણી અને તેમની માતાએ ટીના સાથે લગ્ન કરવાની વાત કરી હતી.સિમી ગ્રેવાલના શો પર અનિલે કહ્યું,”હું પ્રસ્તાવ મૂકું તે પહેલાં મારી માતા અને મારા ભાઈએ ટીનાને પૂછ્યું હતું કે તમને અનિલ સાથે લગ્ન કરવા વિશે કેવું લાગે છે ?”

ટીનાએ કહ્યું કે,’મુકેશ અંબાણીએ મને પણ આવો જ સવાલ પૂછ્યો. શું તમે લગ્ન માટે તૈયાર છો ? “આગળ ટીનાએ કહ્યું,”મુકેશ અંબાણીની વાત સાંભળ્યા પછી નીતા અંબાણીએ મને કહ્યું,ટીના તેમની વાત ન સાંભળો.”તેમને મજાક કરવાની ટેવ છે.પણ મને ખબર પડી ગઈ કે બધું જ પ્લાન કરેલું છે.”તમને જણાવી દઈએ કે, અનિલ અંબાણીએ ટીના સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો તે પહેલાં તેમણે લગ્નની સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી.

Back to top button