India

શ્વેતા તિવારી ની પુત્રી પલક તિવારીએ પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડીલીટ કરી દીધું, તે ખુબ જ એક્ટીવ રહેતી

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી અને તેના પતિ અભિનવ કોહલી વચ્ચેનો ઝગડો છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. પરંતુ આ દરમિયાન હવે શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીએ તેનું ઇન્સ્ટાગ્રામ ડિલીટ કરી દીધું છે. તમને જણાવી દઈએ કે પલક તિવારી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના ફોટો અને વીડિયોને તેના ચાહકોમાં શેર કરતી રહે છે. પલલ ના અચાનક આવા નિર્ણયથી ચાહકોના મનમાં પણ સવાલો ઉભા થયા છે.

એવી અટકળો છે કે પલકે શ્વેતા તિવારી અને તેના પતિ અભિનવ કોહલી વચ્ચેની તકરારને જોતા આ પગલું ભર્યું છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રી શ્વેતા તિવારી તેના ઇન્સ્ટાગ્રામ પર એક એકાઉન્ટને ફોલો કરી રહી છે, જેનું નામ પલક તિવારી છે. એવી અટકળો છે કે તેમની પુત્રી પલકે નવું ખાતું બનાવ્યું છે કે કેમ. આ એકાઉન્ટમાં ફક્ત થોડા ફોલોઅર્સ જ દેખાશે.

તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોવા મળ્યું હતું કે અભિનવ કોહલી પોતાના પુત્ર રેયંશને ખોળામાં લઇને અભિનેત્રી શ્વેતા તિવારી ધક્કો મારીને પાડી દીધી હતું. વીડિયો જોયા પછી તમામ હસ્તીઓ શ્વેતા તિવારીના સમર્થનમાં આવી અને તેઓએ અભિનવની ધરપકડ કરવા માટે માંગ કરી હતી.

શ્વેતા તિવારી અને તેના પતિ વચ્ચેના વિવાદનો આ મામલો નવો નથી, પરંતુ થોડા દિવસો પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે શ્વેતા તિવારીએ તેના પતિ પર પુત્રી પલકનું અપમાન અને તેની સાથે ઘરેલું હિંસા કરવાનો આરોપ મૂક્યો છે. આ પછી, તેમના પુત્ર રિયાંશની કસ્ટડી અંગે બંને વચ્ચે વિવાદ થતા મામલો કોર્ટમાં પહોચ્યો હતો.

Back to top button