CrimeIndia

માતા-પિતા વચ્ચે ચાલતા ઝઘડામાં 10 વર્ષનો પુત્ર વચ્ચે આવ્યો, પિતાએ તેની હત્યા કરી દીધી

અવૈધ સંબંધોને કારણે પત્ની સાથેના વિવાદમાં પતિ તેની ઉપર હુમલો કરી રહ્યો હતો. માતાને બચાવવા આવેલા 10 વર્ષના પુત્રને પણ પિતાએ માર માર્યો હતો. દીકરાને એટલી હદે માર્યો હતો કે તેનું મોત થઇ ગયું હતું અને બનાવ બાદ પિતા ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

શૌકીન આદિવાસી ગ્રામ ગુરુવાલ શિવપુરીમાં રહેતો હતો. અહીં તેની પત્ની મીનુ અને પુત્ર રાજીવ સાથે રહેતો હતો. તે પોતે નજીકની કોલોનીમાં બીજી મહિલા સાથે રહેતો હતો. મંગળવારે સવારે 4 વાગ્યે તે મહેલ સરાય પહોંચ્યો અને તેની પત્ની સાથે ઝઘડો શરૂ કર્યો. આ જોઈને 10 વર્ષનો પુત્ર રાજીવ તેની માતાને બચાવવા આવ્યો.

ગુસ્સે ભરાયેલા પિતાએ પુત્રને જોરદાર માર માર્યો હતો. પુત્રને લાત-મુક્કા અને બેલ્ટથી માર મારવામાં આવ્યો હતો. આંતરિક ઇજાઓને કારણે રાજીવનું મોત નીપજ્યું હતું.બનાવ ની માહિતી મળતાં પોલીસ સ્ટેશન ટીઆઈ સુનીલ ખેમરીયા ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે પિતા શૌકિન આદિવાસી વિરુદ્ધ બાળકની હત્યાનો ગુનો નોંધ્યો છે. ઘટના બાદ પિતા ફરાર હોવાનું જણાવાયું છે.

Back to top button