DelhiIndia

દિલ્હીમાં હેડકોન્સ્ટેબલ ની નોકરી કરતા ફિરોઝ UPSC ક્રેક કરીને ACP બન્યા

સામાન્ય રીતે, ફિલ્મોમાં જે બતાવવામાં આવે છે તે સત્ય સાથે ઓછું સંબંધિત હોય છે, પરંતુ કેટલીક વાર ફિલ્મોમાં બતાવવામાં આવતી બાબતો પણ સાચી થઈ જાય છે. આ વખતે આવું જ બન્યું છે. વેબસીરીઝ પાતાળલોકમાં એક ઓછા રેન્ક વાળો પોલીસકર્મી જે રીતે IPS બને છે તેવો જ કિસ્સો દિલ્હીમાં સામે આવ્યો છે.

૧૧ વર્ષ પહેલા દિલ્હી પોલીસમાં હેડકોન્સ્ટેબળ તરીકે ભર્તી થનાર ફિરોજ આલમ આજે UPSC ક્રેક કરીને IPS અધિકારી બન્યા છે અને દિલ્હીમાં ACP તરીકે નિયુક્ત થયા છે.દિલ્હી પોલીસમાં ડીસીપી તરીકે તૈનાત આઈપીએસ હરેન્દ્ર કુમારસિંહે જણાવ્યું હતું કે ફિરોઝ આલમને દિલ્હી પોલીસમાં એસીપી તરીકે નિયુક્ત કરવામાં આવનાર છે અને તેની તાલીમ શરૂ થઈ ગઈ છે.

ફિરોઝ આલમે ગયા વર્ષે આઈએએસની પરીક્ષા પાસ કરી હતી અને તે સમયે દિલ્હી પોલીસ પીસીઆર યુનિટમાં તેઓ ફરજ બજાવતા હતા.સિવિલ સર્વિસીઝ પરીક્ષામાં તેઓ 645 મા ક્રમે આવ્યા હતા. જ્યારે ફિરોઝે સિવિલ સર્વિસીઝ પરીક્ષા પાસ કરી ત્યારે તેણે કહ્યું કે તેઓ તેમના અધિકારીઓની કાર્યકારી શૈલીથી એટલા પ્રભાવિત થયા છે કે તેઓ તેમના જેવા બનવા ઈચ્છે છે અને પોલીસની સાથે યુપીએસસીની તૈયારી પણ શરૂ કરી દીધી છે. તેણે કહ્યું હતું કે તેમને પરીક્ષા માટે દિલ્હી પોલીસમાં તેમની સાથે કામ કરતા સાથીદારોનો ટેકો મળ્યો છે.

ફિરોઝે પોલીસ કારકીર્દિની શરૂઆત લગભગ 10 વર્ષ પહેલા દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે થઇ હતી, તે સમયે તેણે માત્ર 12 મા અભ્યાસ કર્યો હતો, પરંતુ બાદમાં તેમણે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું.

સ્નાતક થયા પછી, તેણે યુપીએસસીની પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી, પરંતુ ૨ વખત તો તેઓ પ્રીલીમીનરી પરીક્ષામાં પણ પાસ ન થયા હતા.પરંતુ તે પછી તેણે સતત 4 વાર મુખ્ય પરીક્ષામાં ભાગ લીધો અને અંતે પરીક્ષા પાસ કરી.

Back to top button