BiharCrimeIndiaNews

માનવતાની તમામ હદો વટાવી આ હેવાને 5 વર્ષની બાળકી જોડે દુષ્કર્મ ગુજાર્યો,અંતે હેવાને કહ્યું એવું કે,

કોરોના મહામારીમાં પણ,છોકરીઓ પર દુષ્કર્મના કેસો અટકવાનું નામ નથી લઈ રહી.આવો જ એક કિસ્સો બિહારના ભાગલપુરથી પણ સામે આવ્યો છે.અહીં એક પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજાર્યો હતો,ત્યારબાદ આરોપીઓએ પીડિત પરિવારને ધમકી પણ આપી હતી.દુષ્કર્મના આરોપીએ પીડિત પરિવારને ધમકી આપી હતી અને કહ્યું હતું કે પોલીસ પણ તેનું કઈ કરી શકે તેમ નથી.

પીડિતના પરિવારે આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે.આરોપીની શોધમાં નાથનગર પોલીસ વિવિધ સ્થળોએ દરોડા પાડી રહ્યા છે. પીડિતના પરિવારે ફરિયાદમાં જણાવ્યું છે કે,બાળકી ઘરની બહાર પાણી ભરવા ગઈ હતી.તે જ સમયે,પાવરલૂમ ચલાવતા શખ્સે બાળકીને બિલ્ડિંગમાં લઈ ગયો હતો અને દુષ્કર્મ ગુજાર્યો હતો.

જ્યારે બાળકી રડતી-રડતી ઘરે પહોંચી ત્યારે તેણે પરિવારને દુર્ઘટના વિશે જણાવ્યું.નાથનગરના ઈન્સ્પેક્ટર સોન સજ્જાદ હુસેનના જણાવ્યા મુજબ પોલીસ આરોપીની તુરંત જ શોધ કરી રહી છે,આરોપીની ધરપકડ કરવામાં આવશે.આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો છે સાથે જ બાળકીની તબીબી તપાસ પણ કરવામાં આવી છે.તે જ સમયે,પીડિતના પરિવારના જણાવ્યા મુજબ,તેમના પર દુષ્કર્મ કરનાર યુવકનો તદ્દન દબદબો છે.

Back to top button