IndiaMadhyapradesh

માતા નું મોત થયું, શબવાહિની ન મળતા પુત્ર માતાના મૃતદેહ ને 4 કિમી સુધી બાઈક પર લઇ ગયો

ફરી એકવાર મધ્યપ્રદેશના રેવા જિલ્લા હેઠળ આવેલા મૌગંજ શહેરમાં માનવતાને શરમાવે તેવો મામલો સામે આવ્યો છે. અહીં સર્પ કરડવાથી મહિલાના મોત બાદ લાચાર પુત્ર સિવિલ હોસ્પિટલ સામે કલાકો સુધી પ્રાર્થના કરતો રહ્યો. તેમ છતાં તંત્રના પેટનું પાણી ન હલ્યું. તંત્ર તમાશો જોતું રહ્યું હતુ પણ શબવાહિની ન આપી.

આખરે દીકરાએ એક વ્યક્તિની મદદથી બાઇક બોલાવી લાશને વરખમાં લપેટીને રાત્રે 10 વાગ્યે ઘરે જવા રવાના થયો હતો.જો કે, શહેરની જવાબદારીઓથી લઈને સામાજિક કાર્યકરો દરેક લોકો તમાશો જોતા હતા.રસ્તામાં એક શખ્સે મોબાઇલ ફોનમાં વીડિયો શૂટ કર્યો અને સોશિયલ મીડિયા પર વાયરલ થયો. જે બાદ આ મામલો ચર્ચામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શ્યામવતી જયસ્વાલ પતિ મંગળવારે બપોરે 1 વાગ્યે શ્યામવતી જયસ્વાલ ને ઝેરી સાપ કરડ્યો હતો. આવી સ્થિતિમાં પરિવારે ઉતાવળમાં શ્યામવતીને સિવિલ હોસ્પિટલ મૌગંજ ખાતે એમ્બ્યુલન્સની મદદથી દાખલ કરી હતી. જ્યાં શ્યામવતીનું બપોરે 2 વાગ્યે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ પછી સાંજના 6 વાગ્યાની આસપાસ ડોક્ટરોએ પોસ્ટમોર્ટમ કરીને પરિવાર ને મૃતદેહ આપ્યો હતો. ત્યારબાદ દીકરો વાહનની શોધમાં હતો, તેમણે સાંજે 6 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધી વાહનની શોધ ચાલુ રાખી હતી. તેમણે હોસ્પિટલ મેનેજમેન્ટથી લઈને સામાજિક કાર્યકર સુધી માંગ કરી પણ કોઈએ મદદ કરી નહીં. આખરે એક વ્યક્તિ ની મદદથી લાશને વરખમાં લપેટીને બાઇક પર માતાના મૃતદેહ સાથે તેના ઘરે જવા નીકળ્યો.

પુત્ર ઉદયભાન જયસ્વાલે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલથી ઘરનું અંતર 4 કિ.મી. છે.જ્યારે તેઓ ડેડબોડી સાથે ઘરે પહોંચ્યા ત્યારે ત્યાંના પરિચિત લોકોએ બાઇકમાં આવવાનું કારણ પૂછ્યું. ત્યારે દીકરાએ જણાવ્યું હતું કે ઘણા કલાકો સુધી વાહનની માંગ કર્યા બાદ પણ શબવાહિની મળી ન હતી.

Back to top button