DelhiIndia

વોટ્સએપ મોદી સરકારની સામે કોર્ટમાં પહોચ્યું: નવી પોલીસી અંગે કહ્યું કે આ તો યુઝર્સની પ્રાઈવસી વિરુધ કહેવાય

કેન્દ્ર સરકારના નવા આઈટી નિયમો વિરુદ્ધ મેસેજિંગ એપ વોટ્સએપ કોર્ટમાં પહોંચી છે. ત્રણ મહિના પહેલા જારી કરવામાં આવેલ માર્ગદર્શિકામાં, વોટ્સએપ અને સમાન કંપનીઓએ તેમના મેસેજિંગ એપ્લિકેશન પર મોકલેલા સંદેશાઓની મૂળ માહિતી રાખવી પડશે. સરકારના આ જ નિયમ સામે કંપની હવે દિલ્હી હાઇકોર્ટ પહોચી છે.

સમાચાર એજન્સી અનુસાર કંપનીનું કહેવું છે કે સરકારના આ નિર્ણયથી લોકોની પ્રાઈવસીનો અંત આવશે. વોટ્સએપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મેસેજિંગ એપ્લિકેશન સાથે આ રીતે ચેટ ટ્રેસ કરવાથી લોકોની ગોપનીયતાના અધિકારનો ભંગ થશે. અમારા માટે તે વોટ્સએપ પર મોકલેલા તમામ સંદેશાઓ પર નજર રાખવા જેવું હશે, એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન નું કઈ જ મહત્વ નહી રહે.

પ્રવક્તાના જણાવ્યા મુજબ અમે સિવિલ સોસાયટી અને વિશ્વભરના નિષ્ણાતો સાથે તે પાસાઓનો સતત વિરોધ કરી રહ્યા છીએ, જે વપરાશકર્તાની ગોપનીયતાને જોખમમાં મુકી શકે છે. આ દરમિયાન અમે ભારત સરકાર સાથે આ બાબતે સમાધાન શોધવા માટે વાટાઘાટો ચાલુ રાખીશું.

સરકારે આ વર્ષે 25 ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે માર્ગદર્શિકા જાહેર કરી હતી અને તેમને અમલમાં મૂકવા માટે 3 મહિનાનો સમય આપ્યો છે. અંતિમ તારીખ 25 મે મંગળવારે સમાપ્ત થઈ. વ્હોટ્સએપ, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ પર હજી સુધી ખુલાસો થયો નથી કે માર્ગદર્શિકા લાગુ કરવામાં આવી છે કે કેમ. આવી સ્થિતિમાં સરકાર તેમના પર કાર્યવાહી કરી શકે છે.

આ દરમિયાન ફેસબુક તરફથી જવાબ આવ્યો, જે વ્હોટ્સએપ ની મેઈન કંપની છે. કંપનીએ મંગળવારે કહ્યું હતું કે તે આઇટી નિયમોનું પાલન કરશે. ઉપરાંત કેટલાક મુદ્દાઓ પર સરકાર સાથે વાત કરવાનું ચાલુ રાખશે. આઇટી નિયમો અનુસાર ઓપરેશનલ પ્રક્રિયાઓ લાગુ કરવા અને કાર્યક્ષમતા વધારવાનું કામ ચાલુ છે. કંપની કાળજી લેશે કે લોકો અમારા પ્લેટફોર્મ દ્વારા મુક્ત અને સલામત રીતે બોલી શકે.

Back to top button