CrimeIndiaUP

પત્નીએ પાગલ કહ્યો તો પતિનો મગજ ગયો અને પત્ની નું ગળું કાપી નાખ્યું, અને પછી પોતે પણ આપઘાત કર્યો

ઉત્તરપ્રદેશના મહોબામાં કોતવાલી શહેરના બિજનગર ગામમાં એક શખ્સ એટલી હદે ગયો કે તેણે તેના પરિવારજનોને સમાપ્ત કર્યા પછી પોતે પણ આપઘાત કરી લીધો. પહેલા તેણે પત્ની નું ગળું કાપીને હત્યા કરી અને પછી બહેન પર પણ હુમલો કર્યો. થોડા સમય પછી ઝેર ખાઈને પોતે પણ આપઘાત કરી લીધો હતો.

આ ઘટના બિજનગર ગામની છે.હાલમાં ગામમાં પણ લોકો ડરી ગયા છે. લોકોએ એમ પણ કહ્યું હતું કે માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિએ તેની પત્નીનું ગળું તીક્ષ્ણ હથિયારથી કાપીને હત્યા કરી હતી. આ દરમિયાન તેની નાની બહેને તેની બહેનને બચાવવા જતા તેના પર પણ જીવલેણ હુમલો કર્યો હતો, જેનાથી તે પણ ઘાયલ થઈ હતી.

આ હુમલા બાદ પતિએ ઝેરી પદાર્થ ખાઈ લીધો હતો.બાદમાં જિલ્લા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બિજનગર ગામમાં રહેતા સંતોષ રેકવાર છેલ્લા 15 દિવસથી ખૂબ જ માનસિક રીતે અસ્વસ્થ હતા, જે અંગે તેમના પત્ની પિતા અને બહેને સબંધીઓ પાસેથી થોડો પૈસા ઉધાર લઈ સારવાર લેવાનું કહ્યું હતું.

આ અંગે સંતોષ તેની પત્ની અને બહેન આરતીથી ખૂબ ગુસ્સે હતો અને પોતાને પાગલ કહેવા પર ગુસ્સે હતો. જ્યારે સંતોષનાં બાળકો ખેતરમાં તેની દાદી સાથે રમતા હતા. ત્યારે તેની પત્ની એ તેને સારવાર લેવાનું કહ્યું હતું. આ અંગે સંતોષ ખૂબ ગુસ્સે થયો હતો અને પત્નીને ઘરની અંદર રાખેલી લોખંડની કુહાડી વડે માર માર્યા બાદ તેણે તેની હત્યા કરી દીધી હતી. બહેન આરતી તેના ભાઇને બચાવવા માટે પહોંચી ત્યારે તેના પર પણ કુહાડીથી હુમલો કર્યો.

સંતોષે ઘરમાં રાખેલા ઝેરી પદાર્થને ખાઈને તેના જ માથા અને હાથને તે જ તીક્ષ્ણ હથિયારથી માર્યો હતો. તેનું મોત જિલ્લા હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું હતું. પોલીસ હાલમાં આ મામલે તપાસ કરી રહી છે.

Back to top button