India

YAAS વાવાઝોડા વચ્ચે ઓડીશામાં 300 બાળકોના જન્મ, માતાપિતાએ બાળકોના નામ YAAS રાખ્યા

ઓડિશા વહીવટીતંત્ર ‘યાસ’ નામના ચક્રવાત સામે લડી રહ્યું છે જેના કારણે રાજ્યમાં વ્યાપક વિનાશ સર્જાયો છે. દરિયાકાંઠાના આ રાજ્યમાં 300 થી વધુ બાળકોનો જન્મ થયો હતો.કેટલાક પરિવારોએ ચક્રવાતી તોફાન પછી તેમના નવજાત બાળકોનું નામ ‘YAAS’ રાખ્યું છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી.

મંગળવારે રાત્રે ચક્રવાતી તોફાન દેશના પૂર્વી કાંઠે ત્રાટક્યું ત્યારે પણ ઘણા બાળકોનો જન્મ થયો હતો.બાલાસોરના પારખી વિસ્તારની રહેવાસી સોનાલી મૈતીએ જણાવ્યું હતું કે તે ‘યાસ’ કરતા તેના છોકરા માટેના વધુ સારું નામ વિચારી જ નથી શક્તિ. જેનો જન્મ ચક્રવાતના આગમનની નિશાની છે. એ જ રીતે કેન્દ્રપરા જિલ્લાની સરસ્વતી બૈરાગીએ જણાવ્યું હતું કે તેણીએ તોફાન પછી પોતાની નવજાત બાળકીનું નામ રાખ્યું છે, આ રીતે દરેક તેના આગમનનો સમય યાદ આવશે.

બૈરાગીએ કહ્યું, “હું ખૂબ જ ખુશ છું કે મારી બાળકી એક દિવસે દુનિયામાં આવી કે જે બધાને યાદ હશે. મેં તેનું નામ ‘યાસ’ રાખ્યું છે.” અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યના અન્ય ભાગોથી પણ આ પ્રકારના અહેવાલો આવ્યા છે. ‘યાસ’ નામ ઓમાનથી પડ્યું હતું. કહેવામાં આવે છે કે આ શબ્દ પર્સિયન ભાષામાંથી આવ્યો છે અને અંગ્રેજીમાં તેનો અર્થ ‘જાસ્મિન’ છે.

રાજ્ય સરકારે અગાઉ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત સ્થળોએથી બહાર કાઢવામાં આવેલા લોકોની યાદીમાં ૬૫૦૦ સગર્ભા સ્ત્રીઓ શામેલ છે, જેઓને નીચાણવાળા વિસ્તારો અને ચક્રવાત-અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સ્થળાંતર કરવામાં આવી છે. સરકારે કહ્યું હતું કે ઘણી સ્ત્રીઓ, જેઓ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં હતી, તેમને ‘મધર હોમ’ (ડિલિવરી સેન્ટર) અને અન્ય સ્થાનિક હોસ્પિટલોમાં લઈ જવામાં આવી હતી.

Tags
Back to top button