Corona VirushealthIndiaInternationalNews

કોરોના નો 99% ખાત્મો કરનાર કેનેડાની કંપની ના નાકના સ્પ્રે ની ભારતમાં રાહ જોવાઈ રહી છે

કોરોનાકાળમાં એક સારા સમાચાર આવ્યા છે. કેનેડિયન કંપની SaNOtize એ દાવો કર્યો છે કે તેણે નાકનો સ્પ્રે બનાવ્યો છે જે 99.99 ટકા કોરોના વાયરસને ખતમ કરી નાખશે. આટલું જ નહીં કંપની ના સ્થાપક ગિલી ગાલ્વેએ દાવો કર્યો છે કે ભારત જેવા વિશાળ વસ્તીવાળા દેશમાં માત્ર રસીકરણ જ મદદ કરશે નહીં એટલે આવા સ્પ્રેની પણ જરૂર રહેશે.

અમારા આ સ્પ્રે યુકે, યુએસ, કેનેડા, ઇઝરાઇલ અને ન્યુઝિલેન્ડમાં ક્લિનિકલ ટ્રાયલ્સમાં સફળ રહ્યા છે. અમે તેને ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ કરવાની તૈયારીમાં છીએ. કંપનીએ કહ્યું કે તેનો આ સ્પ્રે હવામાં જ કોરોનાવાયરસને દૂર કરવાનું શરૂ કરે છે. આ સિવાય તે નાક દ્વારા ફેફસાં પણ સાફ કરે છે.

જે લોકોએ સ્પ્રે ટ્રાયલમાં ભાગ લીધો હતો, તેમના શરીરમાં વાયરસની કમી 24 કલાકમાં 1.362 નોંધાઈ હતી. એટલે કે, એક જ દિવસમાં વાયરસની માત્રામાં 95 ટકાનો ઘટાડો છે. 72 કલાકમાં તે વધીને 99 ટકા થશે. બ્રિટનમાં ટ્રાયલ્સના મુખ્ય તપાસનીસડો. સ્ટીફન વિન્ચેસ્ટરએ કહ્યું કે તે કોરોના સાથેના સંઘર્ષ દરમિયાન મોટી દવા સાબિત થશે. કારણ કે નેઝલ દવાઓ પર વિશ્વભરમાં સંશોધન ચાલી રહ્યું છે.

ભારતમાં ભારત બાયોટેક તેના નેઝલ સ્પ્રે કોરોફ્લુ પર પણ કામ કરી રહી છે.ગિલી ગેલાવેએ એક અખબારને જણાવ્યું કે આ સ્પ્રે નાઇટ્રિક ઓકસાઈડથી બનેલો છે. આ રસાયણો આપણા શરીરમાં પહેલાથી હાજર છે. તેથી જ્યારે તે નાક દ્વારા શરીરમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે, ત્યારે શરીર તેની પર પ્રતિક્રિયા આપતું નથી.

શરીરની રોગપ્રતિકારક શક્તિ આને ઓળખે છે, તેથી તે સરળતાથી લઇ શકાય છે. તેની કોઈ આડઅસર થતી નથી. નાઈટ્રિક ઓકસાઈડ શરીરમાં કોઈપણ પ્રકારના વાયરસ અથવા બેક્ટેરિયાને વિકાસ કરતા અટકાવે છે. તેને નાકમાં નાખીને તે શરીરના પ્રવેશદ્વાર પર બેરિકેડિંગ બનાવે છે, જે કોરોના વાયરસ ને પસાર થવામાં મુશ્કેલી બનાવે છે.

Back to top button