GujaratSouth GujaratSurat

સુરત પોલીસની મનમાની: યુવક ને છોડાવવા જામીન બનીને યુવક રાત્રે કેપ્રી પહેરીને ગયો, પોલીસે કહ્યું પહેલા પેન્ટ પહેરીને આવો

માસ્ક વિના ફરતા ફૂડ ડિલીવરી કર્મચારીની પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ મિત્ર જામીન માટે પોલીસ સ્ટેશન આવ્યો હતો.મિત્રે તે સમયે હાફ પેન્ટ પણ પહેરેલું હતું તે જોઈને પોલીસ જવાન તેને પોલીસ સ્ટેશનથી દૂર લઈ ગયો હતો અને કહ્યું હતું કે પહેલાં પેન્ટ પહેરીને આવો. આ અંગેનો વિડીયો હાલ વાયરલ થઇ રહ્યો છે.

સોમવારે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરે કહ્યું કે શિષ્ટાચાર ભણાવવા માટે આ કરવામાં આવ્યું છે.એડવોકેટ મેહુલ બોઘરા એ આ વિડીયો પોતાના ફેસબુક પેજ પર પણ મુક્યો છે. જયેશ પોતાના મિત્ર સાથે જામીન પ્રક્રિયા પૂર્ણ કરવા પોલીસ મથકે પહોંચ્યો હતો, મિત્ર એ સમયે હાફ પેન્ટમાં હતો. આ સમયે પોલીસકર્મીઓએ તેમને અટકાવ્યા અને હાફ પેન્ટ અંગે દલીલ શરૂ કરી.

પોલીસ જવાનોએ જણાવ્યું હતું કે, જો જામીન લેનાર વ્યક્તિ હાફ પેન્ટમાં હોય તો જામીન અહીંથી મળી શકશે નહીં. પોલીસે કહ્યું કે બહાર પેન્ટ બદલીને આવો પછી જામીન મળશે. પીડિતના ભાઈ જયેશ ગુર્જરે જણાવ્યું હતું કે 24 મેના રોજ સાંજના 6:00 વાગ્યે તેનોભાઈ ફૂડ ડિલીવરી કંપનીના ગ્રાહકને ખોરાક પહોંચાડવા જઇ રહ્યો હતો. ત્યારે અઠવાલલાઈન્સ પોલીસ મથકના પોલીસકર્મીએ તેને અટકાવ્યો હતો અને તેને રૂ.1000 નો દંડ ભરવાનું કહ્યું હતું.

બાદમાં જયેશ મિત્ર સાથે જામીન પ્રક્રિયા પૂર્ણ કરવા પોલીસ મથકે પહોંચ્યો હતો, મિત્ર એ સમયે હાફ પેન્ટ પહેર્યું હતું. આ સમયે, પોલીસકર્મીઓએ તેમને અટકાવ્યા અને હાફ પેન્ટ માટે દલીલ શરૂ કરી. પોલીસ જવાનોએ જણાવ્યું હતું કે, જો જામીન લેનાર વ્યક્તિ હાફ પેન્ટમાં હોય તો જામીન અહીંથી મળી શકશે નહીં.

પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એસ. કોરાટને પૂછવામાં આવ્યું હતું કે શું તે હાફ પેન્ટ પહેરીને પોલીસ સ્ટેશન આવી શકશે નહીં, જ્યારે તેમણે પોલીસકર્મીઓને બચાવ કરતાં કહ્યું કે અહીં શીષ્ટાચાર ચાલે છે, જે બન્યું છે તે બરાબર થયું છે. જ્યારે એસીપી એન.એસ. દેસાઇને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમને આ મામલાની જાણ નથી.

Back to top button