IndiaNews

આ લોકો એક યુવતીને ગંદી રીતે ટોર્ચર કરતાં હતા,વિડીયો થયો વાયરલ,પોલીસે આરોપીઓનો ફોટો બહાર પાડ્યો,

5 લોકો દ્વારા એક યુવતી પર નિર્દય રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો.તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો હતો.હવે આસામ પોલીસે ટ્વિટર પર તે પાંચ આરોપીઓની તસવીરો જાહેર કરી છે.આસામમાં 5 લોકો દ્વારા નિર્દયતાથી ત્રાસ આપતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.વીડિયોમાં 5 અજાણ્યા લોકો યુવતીને માર મારતા અને ત્રાસ આપતા જોવા મળી રહ્યા છે.

જો કે ઘટનાનો સમય અથવા સ્થળ સ્પષ્ટ નથી.વાયરલ થયેલા વીડિયોને જોઇને આસામ પોલીસે પાંચ શંકાસ્પદ ગુનેગારોના ફોટોગ્રાફ્સ બહાર પાડ્યા છે અને તેમની ધરપકડ માટે લોકો પાસેથી વધુ માહિતી માંગી છે.આ સાથે,આ ગુનેગારો વિશે માહિતી આપનારાઓને ઈનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

4 ફોટા પોસ્ટ કરતા આસામ પોલીસે લખ્યું છે કે,’આ ફોટા 5 દોષિતોના છે,જે એક વાયરલ વીડિયોમાં એક યુવતીને નિર્દયતાથી ત્રાસ આપતા અને તેનું ઉલ્લંઘન કરતી જોવા મળે છે.આ ઘટનાનો સમય અથવા સ્થળ સ્પષ્ટ નથી.આ અપરાધ અથવા ગુનેગારો વિશેની માહિતી ધરાવનાર કોઈપણ અમારો સંપર્ક કરી શકે છે.તેમને આકર્ષક ઈનામ આપવામાં આવશે. ‘

અન્ય એક ટ્વીટમાં લખ્યું છે કે,’આપણે આ ઘોર ગુનાના ગુનેગારોને ન્યાય અપાવવા માટે એક સાથે ઉભા રહેવું જોઈએ.જો કે આ ઘટના ક્યાં બની છે તે સ્પષ્ટ નથી અને તે આસામની પણ ન હોઇ શકે,તેમ છતાં અમે અપરાધીઓને શોધવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છીએ.’

વાયરલ વીડિયોમાં ગુનેગારો,ઈશાન પૂર્વની રહેતી યુવતીને થપ્પડ મારતા જોઇ શકાય છે.તે પીડિતાના ચહેરા પર માર મારતા અને તેને નગ્ન કરતા પણ જોઈ શકાય છે.

Back to top button