India

2 વાવાઝોડા બાદ હવે ચોમાસાની એન્ટ્રી થઇ રહી છે: હવામાન વિભાગે કરી આગાહી

તાઉ તે અને યાસ નામના બે ચક્રવાત પસાર થયા બાદ હવે ચોમાસા ની રાહ જોવાઇ રહી છે. ચોમાસાની ઉત્તરીય સીમા કોમોરીન સમુદ્ર (કન્યાકુમારી નજીક) પર પહોંચી ગઈ છે. હવામાન વિભાગનો અંદાજ છે કે તે આગામી 2 થી 3 દિવસમાં કેરળના દરિયાકિનારે પહોચશે.પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવે કહ્યું છે કે ચોમાસુ 31 મેના રોજ કેરળના દરિયાકાંઠે પહોંચશે.

કેરળમાં ચોમાસું પહોચવાની સામાન્ય તારીખ 1 જૂન છે, પરંતુ હવામાન વિભાગે આગાહી કરી હતી કે 31 મેના રોજ તે કેરળ પહોચશે. જો કે આ તારીખમાં ૩-૪ દિવસ ફેરફાર પણ થઇ શકે છે.ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે 30 મી મેની આગાહી કરી હતી કે બે દિવસ આગળ પાછળ થઇ શકે છે.

ચોમાસુ તેની સામાન્ય ગતિએ આગળ વધી રહ્યું છે. આંદામાન-નિકોબાર ટાપુઓ પર 21 મેના રોજ તેની નિયત તારીખ પર પહોચ્યા બાદ તે ઉત્તર-પશ્ચિમ દિશામાં સતત આગળ વધી રહ્યું છે. તે 24 મેના રોજ શ્રીલંકાના દક્ષિણ કાંઠે પહોચ્યું હતું અને ત્રણ દિવસમાં શ્રીલંકાના ઉત્તરી સીમાએ પહોંચી ગયું છે.

ગુરુવારે ચોમાસુ માલદીવને પણ પાર કરી ગયું છે. ચોમાસાની ઉત્તરીય સીમા કેરળના દરિયાકાંઠેથી માત્ર 200 કિમી દૂર છે. તળ તે વાવાઝોડા પસાર થવા દરમિયાન અને પછી કેરળમાં ભારે વરસાદ થયો છે. આ અઠવાડિયાની શરૂઆતથી, કેરળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો હતો પરંતુ ગુરુવારથી તે ઘટવાનું શરૂ થયું છે.

Back to top button