AhmedabadGujaratMadhya Gujarat

અમદાવાદ: ડોક્ટરોએ કહ્યું દર્દી 48 કલાક જ બચશે, નાના ભાઈએ મોટાભાઈ ને બચાવવા તાબડતોડ દિલ્હીથી એર એમ્બ્યુલન્સ બોલાવી અને ચેન્નાઈ લઇ ગયા, જીવ બચી ગયો

કોરોના ની બીજી લહેરમાં અનેક પરિવારો વેરવિખેર થયા છે અને અનેક દુખદ પ્રસંગો પણ સામે આવ્યા છે. કોરોના ના કારણે કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો તો કોઈએ પોતાની બહેન, કોઈએ પોતાના માતાપિતા ગુમાવ્યા છે ત્યારે વડોદરાથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણી ને તમે કહેશો “ભાઈ હોય તો આવો”.

પાલનપુર ના ધીરજભાઈ એ પોતાના મોટાભાઈ રાજેશ પુજારા ને બચાવવા લાખો રૂપિયા ખર્ચી નાખ્યા નો કિસ્સો સામે આવ્યો છે. પાલનપુર ના વેપારી ના મોટાભાઈ ને કોરોના નો ચેપ લાગ્યો હતો અને તેમની હાલત નાજુક હતી. ડોક્ટરોએ કહ્યું કે દર્દી હવે ૪૮ કલાક જ બચી શકશે ત્યારે નાના ભાઈએ મોટાભાઈ ને કહ્યું કે “ચિંતા ન કર તને કઈ નહી થવા દઉં”.

નાનાભાઈ એ ડોક્ટરની વાત સાંભળતા જ મોટાભાઈ ને બચાવવા મહેનત શરુ કરી દીધી હતી. મોટાભાઈ ને ફેફસામાં વધુ ચેપ લાગી ચુક્યો હતો જેથી તાત્કાલિક સારવાર ની જરૂર હતી. અમદાવાદમાં સારવાર નહી થાય તેવું લાગતા ધીરજભાઈ એ અન્ય હોસ્પિટલોમાં તપાસ શરુ કરી હતી.

આખરે ચેન્નાઈ ની ફોર્ટીસ હોસ્પીટલમાં મોટાભાઈ ને સારવાર મળશે તેવી ખાતરી થઇ હતી.પણ મોટાભાઈ ની હાલત જોતા તેમને આટલા દુર કઈ રીતે લઇ જવા તે મોટો પ્રશ્ન હતો. ધીરજભાઈ એ અમદાવાદમાં એર એમ્બ્યુલન્સ ની તપાસ કરી હતી પણ તે મળી ન હતી તેથી તેમણે છેક દિલ્હીથી એર એમ્બ્યુલન્સ અમદાવાદ બોલાવી હતી.

બાદમાં ગ્રીન કોરીડોર દ્વારા તેમને અમદાવાદ એરપોર્ટ લઇ જવાયા અને ત્યાંથી મેડીકલ સ્ટાફ સાથે ચેન્નઈ લઇ જવાયા હતા. મહત્વની વાત એ છે કે આ માટે ધીરજભાઈ એ 21 લાખ રૂપિયા નો ખર્ચ કર્યો હતો. રાજેશભાઈ ફોર્ટીસ હોસ્પીટલમાં સ્વસ્થ થઇ રહ્યા છે અને ચેપ પણ ઘણો ઘટી ગયો છે.

Back to top button