healthIndia

શું તમે વારંવાર નાક બંધ થવાની સમસ્યા થી પીડાઈ રહ્યા છો? તો અજમાવો આ ઘરેલું ઉપાય

સામાન્ય રીતે બંધ નાકની સમસ્યા શરદીને કારણે થાય છે. આ સિવાય સાઇનસથી પીડિત લોકો પણ તેનાથી પરેશાન થાય છે. રાત્રે આ સમસ્યા વધુ હોય છે અને ક્યારેક તે જોખમી પણ સાબિત થઇ શકે છે. મોટાભાગના લોકો નાક ખોલવા માટે ઇન્હેલરનો ઉપયોગ કરે છે, તેને વારંવાર આ કરવાની ટેવ પડે છે.તેથી, આજે અમે તમને જણાવીએ છીએ કેટલાક એવા સરળ અને અસરકારક ઘરેલું ઉપાયો વિશે જેનો ઉપયોગ તમે આ સમસ્યાથી રાહત મેળવવા માટે કરી શકો છો.

જ્યારે નાક બંધ થાય છે, ત્યારે આંગળી પર સરસવનું તેલ લગાવો અને તેને સુંઘી લો. આ એક ખૂબ અસરકારક સારવાર છે. એક તવા પર અજવાઈન શેકીને તેને પોટલીમાં બાંધીને સુગંધ લેવાથી નાકબંધ થવાની સમસ્યા દૂર થાય છે.ગરમ પાણીની વરાળ લેવી એ બંધ નાક ખોલવાની સૌથી અસરકારક અને સરળ સારવાર છે.

જો ફ્લૂને કારણે ગળામાં દુખાવો અને નાક બંધ થાય તો સૂપ પીવું ફાયદાકારક સાબિત થશે. ટામેટા, ગાજર, મશરૂમ, મિક્સ વેજ કોઈપણ પ્રકારના સૂપ તેમાં અસરકારક સાબિત થાય છે.

જો કે નાક ખોલવા માટે ફક્ત ગરમ પાણી પૂરતું છે, પરંતુ જો કોઈ ફાયદો ન થાય તો પછી તમે તેમાં વિકસ અથવા ફુદીના ના પાન ઉમેરી શકો છો. તેનાથી ઘણી રાહત મળે છે. એક નાક બંધ કરો અને બીજા નાકમાંથી ઝડપથી શ્વાસ લો. બંધ નાક ખોલવા માટે, એપલ સાઈડર વિનેગર ને ગરમ પાણી અથવા ચા સાથે મિક્સ કરીને પીવો તેનાથી પણ રાહત મળશે.

Back to top button