India

કોરોના પોઝીટીવ લોકોને મળશે 20000 રૂપિયાની સહાય, આ રીતે

ભારતની અગ્રણી એન્જિનિયરિંગ સમૂહ એસ્કોર્ટ્સ લિમિટેડે કંપનીના ડીલરશીપને કોવિડ-રિલીફ રાહત આપીને કોવિડ-શિલ્ડ નામનો પ્લાન શરૂ કર્યો છે. આમાં પસંદગીના ડીલરશીપના કર્મચારીઓને કોવિડ-19 પોઝિટિવની પુષ્ટિ પર રૂ.20,000 ની બિનશરતી આર્થિક સહાય આપવામાં આવશે.

24 એપ્રિલ 2021 થી આ કાર્યક્રમ અંતર્ગત, એસ્કોર્ટ્સના ડીલરશીપના તમામ વેચાણ અને સેવા કર્મચારીઓને આવરી લેવામાં આવશે. 20 હજાર રૂપિયાની તાત્કાલિક આર્થિક સહાય માટે, કંપનીના વેપારીએ તેના કર્મચારીઓના ફક્ત પ્રમાણિત કોવિડ -19 પોઝિટિવ રિપોર્ટ એસ્કોર્ટ્સ ને મોકલવા પડશે. આ પછી કંપની પીડિત ના બેંક ખાતામાં સીધી રકમ જમા કરશે.

આ ઉપરાંત કોવિડ રસી લાગુ કરવાની કિંમત પણ એસ્કોર્ટ્સ દ્વારા ડીલરોના તમામ ક્ષેત્ર વેચાણ કર્મચારીઓને આપવામાં આવે છે. એસ્કોર્ટ્સના ડીલર કર્મચારીના મોત પર કંપનીએ તેના પરિવારને વધારાની આર્થિક સહાયના રૂપમાં 1 લાખ રૂપિયાની સહાય આપવાની પણ જાહેરાત કરી છે. ઉપરોક્ત પ્રોગ્રામ્સ એસ્કોર્ટ્સ ડીલર્સ ડેવલપમેન્ટ એસોસિએશન લિમિટેડના સમર્થનથી ચલાવવામાં આવે છે, જે એસ્કોર્ટ્સ અને તેના ડીલરો વચ્ચે એક વિશેષ ભાગીદારી સાહસ છે.

Back to top button