GujaratJunagadhSaurashtra

િશ્વની શક્તિશાળી ગણાતી ઇઝરાયલની આર્મીમાં ગુજરાતના મહેર સમાજની 2 બહેનો જોડાઈ

જરાતના કોઠડી ગામના મહેર પરિવારની બે બહેનો ઇઝરાઇલી સેનામાં જોડાઈ છે. એક બહેન નિશા સેનામાં યુનિટ હેડ છે જ્યારે બીજી રીઆ કમાન્ડો ટ્રેનિંગ લઈ રહી છે. રિયાને ટ્રેનિંગ પૂરી થયા બાદ સેનામાં પોસ્ટિંગ મળશે. તે જ સમયે નિશા ઇઝરાઇલ આર્મીના કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ અને સાયબર સિક્યુરિટી ડિપાર્ટમેન્ટમાં તૈનાત છે.

ફ્રન્ટલાઈન યુનિટ વડા તરીકેની જવાબદારી પણ સાંભળી રહી છે. રિયા મુળિયાસિયા 12 ધોરણ અભ્યાસ પછી સેનામાં જોડાઈ છે. હાલમાં તે સૈન્યમાં પ્રી-સર્વિસમાં છે. ત્રણ મહિનાની તાલીમ લીધા બાદ તેણે થોડી વધુ સૈન્ય પરીક્ષણો આપવી પડશે. આ પછી, તેને સેનામાં કાયમી પોસ્ટિંગ મળશે. આપને જણાવી દઇએ કે કોઠડી ગામ એ ગુજરાતના જુનાગઢ જિલ્લાની માણાવદર તહસીલનો એક ભાગ છે.

મૂળ કોઠડી ગામના વતની જીવાભાઇ અને તેમનો ભાઇ સવદાસભાઇ બન્ને ઇઝરાઇલના તેલ અવીવમાં ઘણા સમયથી રહે છે. તેમની પુત્રીઓ નિશા અને રિયા ઇઝરાયલની આર્મીમાં જોડાઈ સમાજનું ગૌરવ વધાર્યું છે. નિશા તો પહેલી ગુજરાતી મહિલા છે જેણે ઇઝરાયલ આર્મીમાં સ્થાન મેળવ્યું છે.

Back to top button