IndiaRajasthan

ચંબલ નદીમાં પાણી પીવા આવેલા કૂતરાનો મગરે શિકાર કર્યો, જુઓ Live વિડીયો

રાજસ્થાનની ચંબલ નદીનો એક આશ્ચર્યજનક વીડિયો સામે આવ્યો છે. આમાં નદીના કાંઠે ફરતા કુતરા ને મગરે શિકાર બનાવ્યો હતો. વીડિયોમાં મગરની ગતિ જોઈને અનુમાન લગાવી શકાય છે કે નદી કાંઠે ફરવું કેટલું જોખમી છે આ વીડિયો મંગળવારે બપોરે સાડા ત્રણ વાગ્યે કોટા નજીક રાવતભાતાનો કહેવાઈ રહ્યો છે.

વીડિયોમાં રાવતભાતાનાં રાણા પ્રતાપ સાગર ડેમ પાસે ચંબલ નદી પાસે ભોજન અને પાણીની શોધમાં એક કૂતરો ફરતો જોવા મળ્યો છે. સ્થળ પર હાજર કેટલાક લોકોએ વીડિયો બનાવવાનું શરૂ કર્યું. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મગરે ખૂબ દૂરથી કૂતરાનો શિકાર કરવાનો ઇરાદો બનાવ્યો હતો.

તરો આ અજાણ્યા ભયનો અહેસાસ કરી શક્યો નહીં. બીજી તરફ નદીમાં મગર ખૂબ જ શાંતિથી શિકાર તરફ આગળ વધ્યો હતો. નજીક આવતાં મગરે અચાનક તરાપ મારીને કુતરાને દબોચી લીધું અને પાણીમાં લઇ ગયો હતો.

સ્થાનિકોના જણાવ્યા મુજબ નદી કિનારે મગર મોટાભાગે પ્રાણીઓનો શિકાર કરે છે. આ પહેલીવાર છે જ્યારે આ ઘટનાને કોઈએ કેમેરામાં કેદ કરી હતી. જેને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે.

Back to top button