Gujarat

તરણેતરના મેળામાં રમકડાં વેચતા એવા આપણાં ગુજરાતીની સફળ કહાની વિશે જાણો,

આજે આપણે જાણીશું ગુજરાતી એવા નરેન્દ્ર રાવલની સફળતા વિશે.મહિને 70 રૂપિયાની નોકરી કરતો એક કાઠિયાવાડી ગરીબ ઘરનો છોકરો ગામડાના ગરીબ ઘરનો છોકરો રામરોટી ખાઈને મંદિરના ઓટલે સૂઈ રહેવાનુ,કડકડતી ઠંડીમાં સવારે સાડા ત્રણ વાગે ઠંડા પાણીએ ફરજિયાત નાહવાનુ,દર પેલી તારીખે બધો પગાર માતા-પિતાને આપી દેવાનો.

પૂજાપાઠ અને દાન-દક્ષિણામાં જે પાઇપૈસો મળે તેમાથી દિવસો ગુજારવાના,અને 14 વર્ષની ઉંમરે ના છૂટકે આવું આકરું જીવન સાથે કહે છે કે અરે ભગવાન ! કસોટી કરી તો મારી જ કરી ! ધન કમાવવાની રેખા મારા નસીબમાં છે જ નહીં ! ભૂદેવના દીકરાના કલેજામાંથી નીકળેલો અવાજ પ્રભુએ સાંભળી લીધો.નરેન્દ્ર રાવલ નામનો આ છોકરો અત્યારે 4,500 કરોડ રૂપિયાનો માલિક છે.

ઘરે 2 હેલિકોપ્ટર છે,કેન્યાની સરકાર આ કાઠિયાવાડીને પૂછીને પાણી પીવે છે.અને નરેન્દ્ર મોદી પણ એમના ઘરના મહેમાન બનવામાં ગૌરવ અનુભવે છે,હળવદ પાસે માથાક નામનું પંખીના માળા જેવડું ગામ,જ્યાં બ્રાહ્મણ પિતા ચુનીલાલનો સૌથી મોટો દીકરો નરેન્દ્રના પિતા ખેતી કરે છે.પાનાપક્ડ વેચવાની નાની દુકાન ચલાવે છે.છતાં પેટે પાટા બાંધીને નરેન્દ્ર્ને ભણાવે છે.

આ નરેન્દ્ર પણ તરણેતરના મેળામાં રમડા વેચીને સીઝની ધંધો કરી લે તો.પિતા ગુસ્સે થયા અને સુરેન્દ્ર્નગરની હોસ્ટેલ ભેગા કરી દીધા.ત્યાં ન ફાવ્યું તો કચ્છ-ભુજની હોસ્ટેલમાં દાખલ કર્યો.તેમણે સંકૃત ભાષા સારી એવી આવડતી હોવાથી નરેન્દ્રને આચાર-વિચાર અને આવડત જોઈને ભુજના મંદિરમાં પૂજારી તરીકે ઓફર મળી.સાથે રસોઈ,સાધુ સંતોની સાર-સંભાળ પણ કરવી પડતી.

તેમનો માસિક પગાર ફક્ત 70 રૂપિયા હતો.કોઈના હાથ જોઈને નાની મોટી વિધિ કરતાં.દક્ષિણામાં જે મળે એનાથી પોતાનો ખર્ચ કાઢવાનો.એક દીવસ બ્રહ્મચારી મહારાજે કહ્યું”:ભાઈ તારું કામ તો સારું છે”તારે નૈરોબી જાવું છે,ત્યાં એક પૂજારીની જરૂર છે.”ખાવા-પીવા સાથે મહિને 2000 પગારમાં મળશે.આ સાંભળી આ ગરીબ ઘરના છોકરાને 2,000 રૂપિયા 2 લાખ બરાબર લાગ્યા.

ભણતર છોડીને નરેન્દ્ર વિદેશ જવા રવાના થયા.નૈરોબીના સ્વામિનારાયણ મંદિરમાં પૂજારી તરીકે 3 વર્ષ કામ કર્યું,પણ સમય જતાં નરેન્દ્ર્ને તેમનું વતન યાદ આવ્યું.નરેન્દ્ર ભારતનું પ્લેન પકડી ભારત વતને આવ્યા.ત્યાં જ નૈરોબીથી મેસેજ આવ્યો હવે તમે ધક્કો ખાશો નહીં તમારી જગ્યા ભરાઈ ગઈ છે.પછી નોકરીની શોધમાં મોરબીની ઘડિયાળની ફેક્ટરીમાં અજંતામાં કામે લાગ્યા.

પણ ટૂંકા પગારમાં દહાડો વાળ્યો નહીં.ભગવાન પરશૂરામના દર્શન કરી પાછા આફ્રિકા જવા રવાના થયા.આફ્રિકા રોકાયા અને એક સ્ટીલની ફેક્ટરીમાં નોકરીએ લાગી ગયા.પણ આ ફેક્ટરી બંધ થઈ ગઈ અને આ નરેન્દ્ર નાસીપાસ થાય એ નરેંદ્ર નથી ! કે ભલે પછી એ નરેંદ્ર રાવલ હોય કે નરેંદ્ર મોદી હોય ! તેમને હિમ્મત કરીને એક કેલ્ક્યુલેટેડ રિસ્ક લીધું.હાર્ડવેરની નાની દુકાન ચાલુ કરી.

મીઠી વાણી સાથે નફાનું નીચું ધોરણ. ખોટું કરવું નહીં અને ખોટું બોલવું નહીં.જમીન આસમાન એક થઈ જાય તો પણ છેતરપિંડી કરવી નહીં એવો નિયમ રાખ્યો.એક કાશ્મીરી બ્રહ્માણ સાથે લગ્ન કરી લીધા,જોતજોતામાં હાર્ડવેરના મોટા વેપારી બની ગયા.તેમણે સમય જતાં દેવકી સ્ટીલ રોલની સ્થાપના કરી.પ્રોડકશનને લઈને માલના પેકેજિંગ સુધીનું કામ કર્યું.

અને પત્ની નિતાબહેનને ખટારો ચલાવતા આવડતો હતો.જાતે માલની ડિલિવરી કરતાં.નસીબદારને જ આવી પત્ની મળે.આવક વધતી જોવા મળતા ચીન જઈને મોટી અધતન મશીન લાવ્યા.આજે ”દેવકી ગ્રૂપ ઓફ કંપનીઝ”આફ્રિકાની સૌથી જબરદસ્ત ઔધ્યોગિક ફર્મ બની ચૂક્યું છે.5000 કરોડ પાર પહોચી ગયા છે.

જેના ઘરે સાયકલના ફાંફાં હતા,તે આજે તેમના ઘરે 2-2 હેલિકોપ્ટર છે.આફ્રિકામાં રૂફિંગ ફેક્ટરી,સિમેન્ટ પ્લાન્ટ જેવી 16 ફેક્ટરીઓ નરેન્દ્રભાઈના નામે આફ્રિકામાં છે,15,000 આફ્રિકાનોને રોજગારી પૂરી પાડે છે.આફ્રીકાનો પત્રકારો પણ આ નરેન્દ્રભાઇના પાછળ પાછળ ફરે છે.કેન્યા અને ભારત વચ્ચેના સંબંધ અને નરેંદ્ર મોદી પણ કહે છે કે “ભૂદેવ તમારો ખૂબ ખૂબ આભાર”!

તેમની 50 % સંપત્તિ દાનમાં આપી દેવાની વસિયત કરી છે.તેમણે આફ્રિકામાં પણ સંખ્યા બંધ અનાથ આશ્રમ શરૂ કર્યા છે,તેમના પરિવાર તરફથી રોજ લાખો રૂપિયાનું દાન આપવામાં આવે છે.છેલ્લા 20 વર્ષ થી 3000 કરતાં બધુ બાળકોને ભોજન પૂરું પાડે છે.350 બાળકોને શાળાએથી લઈ યુનિવર્સિટી સુધી અભ્યાસ માટે સ્પોન્સર કરે છે.

લોકોને પ્રેરણા મળે માટે આત્મકથાના પુસ્તક લખ્યા છે,મિત્રો તમને આ નરેન્દ્રભાઈ રાવલની સફળ કહાની વિશે અમારો લેખ તમને લેવો લાગ્યો ? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો.અને બીજાને પણ જરૂર શેર કરજો.

Back to top button