BollywoodIndiaMaharashtra

મુંબઈ ના રસ્તાઓ પર ફરવા નીકળેલા ટાઈગર શ્રોફ અને દિશા પટણી સામે ગુનો નોંધાયો

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ અને અભિનેત્રી દિશા પટણી હંમેશાં તેમના સંબંધોને કારણે હેડલાઇન્સમાં રહે છે. બન્ને ને ઘણીવાર ડીનર પર, ડ્રાઈવ અને પાર્ટીઓમાં સાથે જોવામાં આવ્યા છે. તાજેતરમાં ટાઇગર શ્રોફ અને દિશા પટણી મુંબઇની ગલીઓમાં ફરતા જોવા મળ્યાં હતાં. આ દરમિયાન મુંબઈ પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવતા બંને ચર્ચામાં આવ્યા હતા.

ઇ-ટાઇમ્સના અહેવાલ મુજબ દિશા પટણી અને ટાઇગર શ્રોફ મંગળવારે સાંજે જીમમાંથી પરત ફરી રહ્યા હતા. તે જ સમયે તે બંને મુંબઇના બાંદ્રા સ્થિત બેન્ડસ્ટેન્ડની આસપાસ ફરતા હતા. જ્યારે તે બંને અહીં પોતાનો બીજો રાઉન્ડ કરી રહ્યા હતા ત્યારે અચાનક મુંબઈ પોલીસે તેમની કાર રોકી. આ દરમિયાન ટાઇગર કારની પાછળના ભાગમાં બેઠો હતો, જ્યારે દિશા પટણી આગળ હતી.

આ દરમિયાન પોલીસે આ બંનેના આધારકાર્ડની તપાસ કરી હતી અને અન્ય તપાસ પૂર્ણ કર્યા બાદ તેમને મુક્ત કર્યા હતા. કોરોના વાયરસને કારણે લાદવામાં આવેલા કર્ફ્યુને કારણે આ કાર્યવાહી કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તેની સામે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં રોગચાળો અધિનિયમ 188, 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે ટાઇગર શ્રોફ અને દિશા પટણી ‘બાઘી 2’ અને ‘બાઘી 3’ ફિલ્મોમાં સાથે જોવા મળ્યા હતા. વર્ક ફ્રન્ટ પર દિશા તાજેતરમાં સલમાન ખાનના રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈમાં જોવા મળી હતી. આ સિવાય દિશા ટૂંક સમયમાં ફિલ્મ ‘એક વિલન રીટર્ન્સ” માં પણ જોવા મળશે.

Back to top button