India

કોરોનાથી બચાવવા ધરતી પર આવી 2 પરીઓ: અફવા ફેલાતા જ ઉમટી પડ્યા લોકો

છેલ્લા દોઢ વર્ષથી દુનિયાભરમાં કોરોના વાયરસનો રોગચાળો ફેલાયો છે. આ વાયરસને હરાવવા માટે વિશ્વભરના વૈજ્ઞાનિકો રસી બનાવવામાં વ્યસ્ત છે, નિષ્ણાતો વારંવાર માસ્ક પહેરવા, હાથ ધોવા અથવા સામાજિક અંતરને અનુસરવાની વિનંતી કરે છે. પરંતુ ભારતના કેટલાક ક્ષેત્ર એવા છે જ્યાં અંધશ્રદ્ધા આ બધા નિયમો ને એકબાજુ મૂકી દે છે.

વારંવાર એવા કિસ્સા સામે આવતા રહે છે જ્યાં લોકો રસી અથવા કોઈપણ સારવાર કરતા તેમની માન્યતાઓ પર વધારે વિશ્વાસ કરે છે. અને આમ કરીને તેઓ પોતાને તેમજ અન્ય લોકોને પણ મુશ્કેલીમાં મૂકી રહ્યા છે.

મધ્યપ્રદેશના રાજગઢમાં અફવાને કારણે સામાજિક અંતરના નિયમો તોડીને લોકો ભેગા થયા હતા. રાજગઢમાં પરીઓના પાણીથી કોરોના મટી જાય છે તેવી અફવા ફેલાતા જ લોકો ઉમટી પડ્યા હતા. ભીડમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો હતા અને સામાજિક અંતરનું પણ કોઈએ પાલન કર્યું નહી.

અહીંના ગામમાં અફવા ફેલાઈ હતી કે દેવપરીઓ બે મહિલાઓના શરીરમાં આવી ગઈ છે. આ પરીઓ જેમના પણ પાણી છાંટશે તેમને કોરોના નો ચેપ નહી લાગે. અફવા ગામેગામ ફેલાઈ જતા હજારો લોકો ઉમટી પડ્યા હતા. ભીડ ભેગી થઇ હોવાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે ભીડને હટાવવામાં આવી હતી અને બાદમાં મહિલાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી.

Back to top button