BollywoodIndia

કરણ મહેરાની પત્ની નિશા આખરે સામે આવી: માથા પર પટ્ટી, રડી-રડી ને જાહેરમાં કરણ ની હકીકત જણાવી

નિશા રાવલ અને કરણ મેહરાની પ્રખ્યાત ટીવી જોડી વચ્ચેની લડાઇ હવે મીડિયા સામે આવી છે. નિશા રાવલ પણ દુનિયાની સામે આવી હતી અને લોકોને તેમના સંબંધોની સચ્ચાઈ જણાવી હતી. આ દરમિયાન નિશાના કપાળ પર થયેલી ઈજા સ્પષ્ટ દેખાઈ રહી હતી.

31 મેના રોજ નિશા રાવલે કરણ મેહરા વિરુદ્ધ ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં કરણે તેના પર હુમલો કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. નિશાએ કહ્યું કે કરણ તેની સાથે દુર્વ્યવહાર કરતો હતો અને ખોટું બોલતો હતો. વાત વધુ આગળ વધી જ્યારે કરણે અભિનેત્રી પર હાથ ઉપાડ્યો અને ત્યારે તેણે પોલીસ ફરિયાદ નોંધાવવાનું યોગ્ય માન્યું.

નિશા રાવલે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું છે કે કરણે તેની ઉપર ઘણી વખત હાથ ઉપાડ્યો છે અને તે તેના માટે ખૂબ જ નાની વાત છે. નિશા ના કહેવા પ્રમાણે કરણે ઘણી વાર મુક્કો માર્યા છે અને તેના કારણે તેના ચહેરા પર નિશાન પણ છે. તે આટલા લાંબા સમયથી આ બધાનો સામનો કરી રહી છે? નિશા રાવલે કહ્યું કારણ કે તે કરણ ને પ્રેમ કરતી હતી. હું મુર્ખ હતી. આટલું બોલતા જ નિશા રડી પડી હતી.

વાતચીત દરમિયાન નિશાએ કરણ પર બેવફાઈનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું- ‘મારે મારા બાળક માટે આવા પિતાની ઇચ્છા નથી. જો તમારે કોઈની સાથે કઈ છે તો કહી દો આપણે ઉપાય શોધીશું.તમારે આ બધાને કેમ આટલા ગંદા બનાવવાની જરૂર છે? નિશાએ કહ્યું કે ગઈકાલે મેં તેને ઘણું કહ્યું હતું કે તમે સારા માણસ નથી, આ કારણે તે ગુસ્સે થઈ ગયો અને તે રૂમમાંથી બહાર જવા લાગ્યો. ત્યારે મારું માથું દીવાલ સાથે અથડાવ્યું હતું.

આપને જણાવી દઈએ કે, કરણની 31 મી મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને 1 લી જૂને જામીન મળી ગયા હતા. આ બંનેના લગ્ન બાદ પણ તેઓ ચર્ચામાં જ રહેતા હતા. હવે નિશા રાવલ તાજેતરમાં જ તેના ઘરની બહાર મીડિયાને મળી હતી. નિશાના ફોટા સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં તેના કપાળ પર થયેલી ઈજા સ્પષ્ટ દેખાઈ રહી છે.

Back to top button