India

મુકેશ અંબાણી નું ઉત્તમ પગલું: રિલાયન્સ ના કર્મચારીનું કોરોનાથી મોત થાય તો પરિવારને 5 વર્ષ સુધી પૂરો પગાર મળશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કોવિડ-19 માં તેમના પ્રિયજનો ગુમાવનારા કર્મચારીઓને મદદ કરવા માટે ઘણી પહેલ કરી છે. આમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે, કોરોનાથી મૃતક કર્મચારીના પરિવારજન ને આગામી 5 વર્ષ માટે સંપૂર્ણ પગાર આપવાની જાહેરાત કરાઈ છે. આ પગાર કર્મચારીના છેલ્લા પગારની બરાબર હશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીએ કર્મચારીઓને લખેલા પત્રમાં કહ્યું છે કે, કંપની ‘એક રિલાયન્સ પરિવાર’ ના વચનનું સન્માન કરે છે અને તેથી તેના કર્મચારીઓને મદદ કરશે. આ ખૂબ જ મુશ્કેલ સમય છે, પરંતુ તમે આ સમયમાં એકલા નથી, પરંતુ આખું રિલાયન્સ તમારા અને તમારા પરિવાર સાથે ઉભું છે.

કર્મચારીઓને મદદ કરવા માટે કંપનીએ મૃત કર્મચારીના બાળકોના સંપૂર્ણ શિક્ષણ એટલે કે ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસની જવાબદારી ઉપાડી છે. આમાં ટ્યુશન ફી, પુસ્તકો તેમજ તમામ ખર્ચ આવી જાય છે.આ સિવાય કંપની ગ્રેજ્યુએશન પૂર્ણ થયા સુધી મૃતક કર્મચારીના જીવનસાથી, માતાપિતા અને બાળકો માટે વીમો પણ આપશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેના ઓફ રોલ કર્મચારીઓના પરિવારોને પણ મદદ કરવાની જાહેરાત કરી છે. કોરોનાથી મોતને ભેટતા આવા કર્મચારીના નોમિનીને લગભગ 10 લાખ રૂપિયાની ચુકવણી મળશે.

જો કોઈ કર્મચારી અથવા તેના પરિવારના સભ્યો કોવિડની ઝપેટમાં આવે તો તે માનસિક અથવા ભાવનાત્મક રૂપે સ્વસ્થ થવા માટે કોવિડ-19 વિશેષ રજા લઈ શકે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બુધવારે 2020-21 માટેનો પોતાનો વાર્ષિક અહેવાલ બહાર પાડ્યો છે. કોવિડ -19 ના સંજોગોને ધ્યાનમાં રાખીને, કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ ગયા વર્ષે એક પણ રૂપિયાનો પગાર લીધો નથી. કંપનીએ ગયા વર્ષે 75,000 થી વધુ નવી નોકરીઓ આપી છે. આમાં ફ્રેશર્સને પણ 50,000 થી વધુ નોકરીઓ આપવામાં આવી છે.

Back to top button