India

આ વ્યક્તિ સંડાશમાં ગયો અને ટોયલેટ સીટમાં બેઠેલા કોબ્રાએ…

સૌ કોઈએ ક્યાંક ને કયાંક કોબ્રા સાપને બહાર આવતો જોયો હશે. વિચારો કે જો તમે સવારે ટોઇલેટમાં જાઓ છો અને ત્યાં તમને ટોઇલેટ સીટ પર કોબ્રા દેખાય છે, તો તમારી સ્થિતિ શું હશે. રાજસ્થાનના પુષ્કર નજીકના ગામ બેસલી ગામમાં પણ આવું જ જોવા મળ્યું હતું. ઘરનો સભ્ય ફ્રેશ થવા બાથરૂમમાં ગયો કે તરત જ કોબ્રા ટોઇલેટ સીટમાંથી બહાર આવ્યો.

ટોયલેટ સીટ પર બેઠેલા કોબ્રાને જોઇને ઘરના લોકો સ્તબ્ધ થઈ ગયા, દરેકના હાથ-પગ ધ્રુજી ગયા. ત્યારબાદ આ મામલો સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવ્યો હતો અને કોબ્રાને ત્યાંથી લઇ જવાયો હતો. ત્યારબાદ ઘરના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સાપને પકડીને સલામત વનમાં છોડવામાં આવ્યો હતો. એટલું જ નહીં આ ટીમે રસોડામાંથી પણ એક સાંપ ને પકડ્યો.

સાપનો બચાવ કરનાર રાજેન્દ્ર એ જણાવ્યું કે તેમને બાતમી મળી હતી કે કોબ્રા અને અન્ય સાપ બાથરૂમ અને રસોડામાં પ્રવેશ્યા છે. તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટીમે બંને સાપને પકડ્યા અને દૂરના જંગલમાં છોડી દીધા હતા.

પોલીસ મિત્ર અને બચાવ ટીમના પ્રભારી અમિત ભટ્ટે જણાવ્યું હતું કે, માહિતી મળી હતી કે પુષ્કર એસએચઓ રાજેશ મીનાની સૂચનાથી બાંસેલી ગામ સ્થિત ઘરની ટોઇલેટ સીટમાં એક કોબ્રા છુપાયો હતો. સાપને રેસ્ક્યુ કરાયો હતો. આ સાંપ ની લંબાઈ લગભગ સાતથી આઠ ફૂટ હતી. આ ઉપરાંત સર્વેશ્વર કોલોનીમાં રસોડાની અંદર છુપાયેલો એક સાંપ પણ પકડાયો હતો.

Back to top button