healthIndia

કોરોના ની રસી લઇ લીધી છે? તો આ એક કામ પણ કરી લો ફાયદો થશે

હાલમાં દેશમાં કોરોના સામે રસીકરણ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે જેમણે રસી લઇ લીધી છે તેમના માટે મહત્વના સમાચાર છે. એરોગ્યસેતુ એપ્લિકેશનમાં રસીકરણ સ્ટેટ્સ અપડેટ કરવા માટે એક સુવિધા ઉમેરવામાં આવી છે. જો તમને રસી મળી ગઈ હોય, તો પછી તમે રસીકરણની સ્ટેટ્સ ને અપડેટ કરીને ઘણા રાજ્યોમાં પાસ વગર જ એન્ટ્રી કરી શકો ચ. કેમ કે હાલમાં ઘણા રાજ્યો/જિલ્લાઓ/શહેરોએ લોકડાઉન દરમ્યાન કમ્યુનિટિ પાસની સુવિધા લાગુ કરી છે.

જેમને સંપૂર્ણ રસી આપવામાં આવી છે એટલે કે જેમને રસી ના બન્ને ડોઝ મળી ચુક્યા છે તેઓને બીજા ડોઝના 14 દિવસ પછી આરોગ્ય સેતુ એપના હોમ પેજ પર બ્લુ કવચ અને આરોગ્ય સેતુ લોગો પર ડબલ બ્લુ ટિક મળશે. આ કોવિન પોર્ટલથી રસીકરણ ના સ્ટેટ્સ ની ચકાસણી પછી કરવામાં આવે છે.

જેમને રસીનો એક ડોઝ મળ્યો છે તેઓને આરોગ્યસેતુ લોગો પર એક જ ટિક અને હોમ સ્ક્રીન પર રસીકરણની સ્થિતિવાળી એક વાદળી બોર્ડર મળશે. તે પછી જલદી તમે બીજો ડોઝ લઈ માહિતીને અપડેટ કરશો તો હોમ સ્ક્રીન પર ડબલ બોર્ડર હશે અને આરોગ્ય સેતુ લોગો પર ડબલ ટિક આવશે.

બધા આરોગ્યસેતુ યુઝર્સ ને Update the Vaccination Status નો વિકલ્પ મળશે. હાલમાં કોરોના ના કેસ તો ઘટ્યા છે પણ ઘણા રાજ્યોએ હજુ પણ લોકડાઉન લાગુ કરેલું છે અને એન્ટ્રી માટે પાસ ની સુવિધા રાખી છે. જેના માટે આ ખુબ જ ઉપયોગી સાબિત થશે એ નક્કી છે.

Back to top button