India

આપઘાત પહેલા વિડીયો બનાવ્યો: કહ્યું કે, પત્ની અને સાસરીયાવાળા ખુબ જ હેરાન કરે છે

ઉત્તર પ્રદેશના રામપુરથી આત્મહત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક પતિએ પત્ની અને સાસુ, સસરા ના ત્રાસથી કંટાળીને જીવનનો અંત આણ્યો હતો. આત્મહત્યા કરતા પહેલા યુવકે એક વીડિયો બનાવ્યો હતો, જેમાં તેણે તેની પત્ની અને સાસુ, સસરાને તેની આત્મહત્યા માટે જવાબદાર હોવાનું જણાવ્યું છે. એક મિનિટ 14 સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

આ મામલો જિલ્લા રામપુર કોટવાલી સિવિલ લાઇન્સ વિસ્તારના અલીનગર ગામનો છે. જ્યાં રિઝવાન નામનો યુવક તેના પરિવાર સાથે રહેતો હતો અને તેણે 10 વર્ષ પહેલા લગ્ન કર્યાં હતાં. શરૂઆતમાં, થોડા દિવસો માટે બધું બરાબર ચાલ્યું હતું, પરંતુ થોડા દિવસો પછી પત્નીએ રિઝવાનને પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું અને બાળકો સાથે તેના પિયરમાં જતી રહી હતી.

જ્યારે મૃતક તેની પત્નીને લેવા તેના માતાના ઘરે ગયો હતો, ત્યારે મહિલાએ ના પાડી હતી અને તેને બાળકોને મળવા પણ દીધા ન હતા. આથી કંટાળીને રિઝવાને આત્મહત્યા કરી લીધી હતી. આપઘાત કરતા પહેલા તેણે તેની 1 મિનિટ 14 સેકંડનો એક વીડિયો બનાવ્યો જેમાં તેણે પોતાની તકલીફ જણાવી હતી.

મૃતકે વીડિયોમાં જણાવ્યું હતું કે તે પોતે પોતાને ખતમ કરી રહ્યો છે. મારી પત્ની મારા પર ખુબ જ દબાણ કરે છે. આ સિવાય મારા સાસરિયાઓ પણ મારા પર દબાણ કરે છે. આ ઘણા વર્ષોથી ચાલે છે.સાસરિયાઓએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હું મારા જીવનથી કંટાળી ગયો છું, આ માટે મારા સાસુ સસરા અને પત્ની જવાબદાર રહેશે.

મૃતક રિઝવાનના ભાઈ ફરમાને જણાવ્યું કે તેના ભાઈના લગ્ન 10 વર્ષ થયાં હતાં અને તેની પત્ની મોટા પપ્પા ની પુત્રી છે, તેઓ ભાઈને ધમકી આપતા હતા, ગુરુવારે તેનો ભાઈ તેને લેવા ગયો હતો અને તેને ત્યાં માર માર્યો હતો અને કોઈક રીતે તેનો જીવ બચાવવા ભાગી ગયો હતો અને તેણે ઘરે આવીને વીડિયો બનાવીને આત્મહત્યા કરી હતી.

Back to top button