AstrologyBanaskanthaGujaratIndiaNorth GujaratStory

બનાસકાંઠાના ગેળા ગામે હનુમાન દાદાનું ચમત્કારિક મંદિર છે,જ્યાં 700 વર્ષથી શ્રીફળનો પહાડ રચાયો છે,

આજે અમે તમને એક એવા હનુમાન દાદાના મંદિર વિશે વાત કરશુ,જે હનુમાન દાદાનું મંદિર આવેલ છે,જ્યાં શ્રીફળનો પહાડ અને આ શ્રીફળના પહાડથી આ મંદિર નું નામ પડ્યું છે શ્રીફળ મંદિર.ચાલો જોઈએ કયાં આવેલ છે આ શ્રીફળનો પહાડ અને કઈ રીતે રચાયો અહી શ્રીફળનો પહાડ.બનાસકાંઠા જિલ્લાના લાખણીથી છ કિલોમીટરના અંતરે ગેળા ગામ આવેલ છે.

શ્રીફળનો પહાડ,હા તમને માનવામાં નહિ આવે કે શ્રીફળનો તો પહાડ હોતો હશે,પણ અહીં ગેળા ગામે હનુમાન દાદાના મંદિરે શ્રી ફળનો પહાડ રચાયો છે. ગેડા ગામમાં શ્રીફળનો અંબાર જોઈ ભક્તોની દિવસે-દિવસે હનુમાન દાદા પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થતો જાય છે.અને તમામ ભક્તોની મનોકામના પણ પરિપૂર્ણ થાય છે.અહીં દર શનિવારે મેળો ભરાય છે,જ્યાં બધી જ સગવડ મળી રહે છે.

ગેળા ગામમાં દર શનિવારે હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા આવતા હોવા છતાં કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ઉભી થતી.આજદિન સુધી હજુ એવું બન્યું નથી.અંદાજે સાતસો વર્ષ પહેલા અહીં ખીજડાના વૃક્ષ નીચે સ્વયંભૂ હનુમાન દાદાની શીલા પ્રગટ થઇ હતી અને આ શીલા ગાયો ચરાવતા ગોવાળની નજરે પડી હતી અને ગોવાળે આ શીલાની ગ્રામજનોને વાત કરતા ગ્રામજનોએ તાપસ કરી જોતા આ શીલા હનુમાન દાદાની હોવાનું માલુમ પડ્યું.

બસ ત્યારથી ગ્રામજનો આ શીલાને હનુમાન દાદાના નામથી પૂજવા લાગ્યા.ગેડા ગામ બનાસકાંઠામાં તો પ્રખ્યા છે જ પણ એટલું પ્રખ્યાત આજુબાજુ બધે પ્રખ્યાત છે.શનિવાર એટલે પવિત્ર ગેડા ગામમાં હનુમાનજીના દર્શન માટે ભક્તો ઉમટી પડે છે.હનુમાન દાદાના મંદિરે વર્ષો પહેલા એક સંત આવી પહોચ્યા અને જેમણે હનુમાન દાદાના મંદિરે પડેલ કેટલાક શ્રીફળ વધેરીને બાળકોને પ્રસાદ રૂપે વહેચ્યા હતા.

એ જ સાંજે એકા એક આ સંત બીમાર પડી ગયા અને જેમને જોરદાર પેટનો દુખાવો પણ ઉપડ્યો હતો.જો કે આ સંતે હનુમાનદાદા ને પ્રાર્થના કરી કે હે…હનુમાનજી મેં આજે તમારા મંદિરથી કેટલાક શ્રીફળ વધેરી બાળકોને પ્રસાદ રૂપે વહેંચ્યા છે અને જેના કારણે જો હું બીમાર થયો હોઉં તો હું સવારમાં આવી તમારા મંદિરે જેટલા શ્રીફળ વધેર્યાં છે તેના ડબલ મુકીશ.

અને બસ આટલું કહેતા સંતની તબિયત સારી થઇ ગઈ.આ એક-એક શ્રીફળ કરીને ગામની બે વીઘાથી વધુ જમીનમાં શ્રીફળરુપી ડુંગરનો નજારો જોવા મળી રહ્યો.આ મંદિર હનુમાનજીનું શ્રીફળ મંદિર તરીકે પણ ઓળખાય છે.જ્યારે બીજા દિવસે સવારમાં આ સંત ગેળા ગામે આવેલ હનુમાન દાદાના મંદિરે ગયા અને જેટલા શ્રીફળ વધેર્યાં હતા તેના ડબલ શ્રીફળ મૂકી હનુમાન દાદાને મીઠો ઠપકો આપ્યો કે હે…હનુમાન દાદા તમે મારા જેવા સંત જોડેથી ડબલ શ્રીફળ લીધા છે તો જાઓ હવે અહીં શ્રીફળનો પહાડ કરી બતાવજો અને બસ તયારથી આ મંદિરે ધીરે-ધીરે ભક્તો વધવા લાગ્યા.

અહીં આવતા શ્રદ્ધાળુ શ્રીફળ વધેરવાની સાથે સાથે શ્રીફળ મુકવા લાગ્યા અને ધીરે ધીરે અહીં શ્રીફળનો પહાડ રચાઈ ગયો.જો કે આ શ્રીફળના પહાડમાંથી નથી તો કોઈ શ્રીફળ લઇ જઈ શકતું અને વર્ષોથી પડેલ આ શ્રીફળ પણ બગાડતાં નથી.કોઈ પણ પ્રકારની આ શ્રીફળના પહાડમાંથી દુર્ગંધ પણ આવતી નથી.આ શ્રીફળના પહાડથી આ મંદિરનું નામ પણ શ્રીફળ મંદિર રાખવામાં આવ્યું છે.

કહેવાય છે કે હનુમાનદાદા પોતાની મૂર્તિ ઉપર મંદિરનું નિર્માણ કરવા માટેની રજા આપતા નથી.શ્રીફળનો પહાડ એ જ પોતાનું મંદિર હોવાનું ગણાવે છે.આ મૂર્તિ ખીજડાના વૃક્ષ નીચે ખુલ્લામાં જ બિરાજમાન હતા અને પરંતુ ગામ લોકોએ હનુમાનદાદાની આગળ મૂર્તિ ઉપર મંદિર નિર્માણ કરવાની રજા માંગી પણ મંદિરની રજા ના મળી અને પતરાનો સેડ બનાવની રજા માંગતા દાદાએ સેડ બનાવાની રજા આપતા આ હનુમાન દાદાની મૂર્તિ ઉપર ગ્રામજનો દ્વારા સુંદર પતરાના સેડ નું નિર્માણ કરાયું છે.

મિત્રો,એકવાર બનાસકાંઠા બાજુ જાઓ તો જરૂર આ ગેળા ગામે હનુમાન દાદાના દર્શને જરૂર જજો,ખૂબ જ સારું દાદાનું સ્થળ છે અને આ સાચી કહાની બીજાને પણ શેર કરો.

Back to top button