healthIndia

ભારતમાં કોરોના ના કેસ ઘટ્યા: 24 કલાકમાં નોંધાયા આટલા કેસ, એક જ દિવસમાં 2 લાખ લોકો સાજા થયા

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ધીરે ધીરે શાંત થઈ રહી છે અને કોરોનાના નવા કેસોમાં ઘટાડો થયો છે અને રીકવરી રેટ પણ વધી રહ્યો છે.હવે મૃત્યુઆંકમાં પણ થોડો ઘટાડો નોંધાઇ રહ્યો છે. આ ઉપરાંત દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસોમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં કોરોના વાયરસના 132374 કેસ નોંધાયા છે અને આ માટે 20.75 લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે, એટલે કે ચેપ દર 6.37 ટકા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના વાયરસના 77420 સક્રિય કેસોમાં ઘટાડો થયો છે અને હવે 16.35 લાખ સક્રિય કેસ છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન, દેશભરમાં 2.07 લાખથી વધુ લોકો સાજા થયા છે અને અત્યાર સુધીમાં આવેલા કુલ 2.85 કરોડ કેસોમાંથી 2.65 કરોડ લોકો સંપૂર્ણપણે સાજા થયા છે.છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાને કારણે 2713 લોકોનાં મોત નીપજ્યાં છે અને અત્યાર સુધીમાં આ વાયરસ દેશમાં 3.40 લાખથી વધુ લોકોનાં મોત થયા છે.

Back to top button