BollywoodDelhiIndia

અભિનેત્રી જુહી ચાવલા દિલ્હી હાઇકોર્ટમાં ખોટો કેસ કરીને ભરાઈ ગઈ, કોર્ટે 20 લાખનો દંડ ફટકાર્યો

અભિનેત્રી જુહી ચાવલાએ 5 જી ટેલિકોમ ટેક્નોલોજી સાથે સંકળાયેલા સ્વાસ્થ્ય જોખમો અંગે દિલ્હી હાઇકોર્ટમાં દાવો કર્યો હતો. તેના કેસને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધો છે. દિલ્હી હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે અભિનેત્રી દ્વારા દાખલ કરેલો દાવો પબ્લિસિટી સ્ટંટ છે.

દિલ્હી હાઈકોર્ટે અવલોકન કર્યું છે કે અરજદાર તરફથી કાયદાની કાર્યવાહીનો દુરૂપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે તેના પર 20 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. અભિનેત્રીએ કહ્યું કે એક ગેરસમજ છે કે તેનો કેસ ટેક્નોલોજી સામે છે. તેમણે કહ્યું કે હવાને સ્વચ્છ રાખવા માટે ટેક્નોલોજીથી સંબંધિત તમામ ડેટા સંબંધિત અધિકારીઓ દ્વારા જાહેર કરવા જોઈએ.

જુહી ચાવલાએ શેર કરતાં કહ્યું, “એક સામાન્ય ગેરસમજ લાગી છે કે માનનીય દિલ્હી હાઈકોર્ટમાં આપણો હાલનો કેસ 5 જી ટેક્નોલોજીની વિરુદ્ધ છે. અમે અહીં ફરી એક વાર ખૂબ સ્પષ્ટ રીતે કહેવા માંગીએ છીએ કે અમે 5 જી ટેક્નોલોજીની વિરુદ્ધ નથી. તેમ છતાં, અમે પૂછીએ સરકાર અને સંચાલક સત્તાવાળાઓ એ પ્રમાણિત કરવા માટે કે 5 જી તકનીક માનવજાત, પુરુષ, સ્ત્રી, પુખ્ત, બાળક, શિશુ, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ અને જીવનના તમામ પ્રકારો માટે સલામત છે.

જૂહી બુધવારે વહેલી સવારમાં ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કર્યો હતો કે કેવી રીતે રેડિએશન 5જીથી વધશે અને તે વિશે વાત કરવા માટે અને 2 જૂને દિલ્હી હાઈકોર્ટમાં યોજાનારી પહેલી વર્ચ્યુઅલ સુનાવણીમાં રસ ધરાવતા લોકોને તેની સાથે જોડાવા વિનંતી કરી.

તેમણે કહયુ કે આપણા ફોન રેડિયો તરંગો પર કાર્ય કરે છે, જે આપણા વાતાવરણમાં વધી રહ્યા છે. 1જી થી 2જી અને 2જી થી 3જી, હવે 4જી થી 5જી સુધી એક વિશાળ કૂદકો છે. રેડીએશન ખુબ ઝડપથી વધશે. જયારે આ વધુ થાય છે ત્યારે તે જોખમી છે.

એક ઉદાહરણ આપતા, અભિનેત્રીએ વધુમાં ઉમેર્યું: “હું તમને એક સરળ ઉદાહરણ આપું છું. જ્યારે કોઈ દવા બજારમાં રજૂ કરવામાં આવે છે, ત્યારે તેની આડઅસરો તપાસવા માટે ઓછામાં ઓછા 10 થી 15 વર્ષ સુધી સંશોધન કરવામાં આવે છે. અને પછી છેવટે તે મંજૂરી મેળવે છે. પરંતુ છેલ્લા 20 થી 25 વર્ષોમાં આ રેડિયેશન ફેલાય છે, શું કોઈએ તેના વિશે અભ્યાસ કર્યો છે? ”

Back to top button