India

સલમાન જેલ જવા માંગતો હતો, પ્રધાનમંત્રી મોદી ને મારી નાખવાની ધમકી આપી દીધી

ખજુરી ખાસ પોલીસ સ્ટેશનમાં એક એવી વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જેણે પીસીઆર બોલાવીને વડાપ્રધાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ ફોન આવ્યો હતો બાદમાં પોલીસ પહોચી હતી અને જાણવા મળ્યું કે આરોપી ખુદ જેલમાં જવા માંગે છે.આરોપી સલમાન થોડા દિવસો પહેલા જ જેલની બહાર આવ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ સલમાને પીસીઆરને બોલાવી હતી અને કહ્યું હતું કે મારે પીએમ મોદીને મારવા છે.આ પછી તકનીકી સર્વેલન્સના આધારે સલમાનને ખજુરી ખાસ વિસ્તારમાંથી સરળતાથી ધરપકડ કરવામાં આવી હતી. પુછપરછ દરમિયાન સલમાને પોલીસને જણાવ્યું હતું કે તેને ડ્રગ ની આદત છે પણ તેને નશો કરવા કઈ મળતું નથી. તેથી તેણે વિચાર્યું કે તેને જેલમાં જવું જોઈએ. પોલીસ હાલમાં સલમાનના નિવેદનોની તપાસ કરી રહી છે.

એવું નથી કે પીએમ મોદીને પહેલીવાર આવી ધમકી મળી છે. આ અગાઉ ફેબ્રુઆરીમાં પણ પોલીસે પુડુચેરીમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આક્ષેપો મુજબ આ વ્યક્તિએ ફેસબુક પર એક સંદેશ લખ્યો હતો કે જો કોઈ તેને પાંચ કરોડ રૂપિયા આપે તો તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખશે.

પુડ્ડુચેરી પોલીસે કહ્યું હતું કે આરોપીએ સંદેશ લખ્યો હતો કે જો કોઈ તેને 5 કરોડ આપે છે, તો તે વડા પ્રધાનને ‘મારવા તૈયાર છે’. આરોપીની ઓળખ રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ સત્યનંદમ તરીકે થઈ હતી. આર્યનકૃપમ ગામનો રહેવાસી સત્યનંદરની ધરપકડ કરવામાં આવી હતી અને તેને સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને ન્યાયિક કસ્ટડીમાં રખાયો હતો.

Back to top button