GujaratSouth GujaratSurat

સુરત: પુત્રનો જન્મદિવસ ઉજવીને ઘરે આવી રહ્યા હતા, કાર ડિવાઈડર સાથે અથડાતા 5 વર્ષના પુત્રનું મોત

સુરતમા વરાછા વિસ્તારમાં રહેતા એક પરિવાર ને અકસ્માત નડતા પોતાના વહાલસોયા પુત્ર ને ખોવાનો વારો આવ્યો. વરાછા નો નાકરાણી પરિવાર પોતાના ૫ વર્ષીય પુત્ર નો જન્મદિવસ ઉજવીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે વાલક પાટિયા નજીક અકસ્માત સર્જાયો હતો.કાર ડિવાઇડર સાથે ટકરાઈ હતી અને પલટી ગઈ હતી. આ દરમિયાન કાર નો દરવાજો ખુલી ગયો અને બાળકનું માથું રોડ પર અથડાતા તેનું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ મૂળ ગારિયાધારના ભંડારિયા ગામના વતની ભરતભાઇ નાકરાણી વરાછા વિસ્તારમાં રહે છે. ભરતભાઇ નાકરણી ભરતકામ નો ધંધો કરે છે. તેમના પરિવારમાં માતાપિતા અને તેમની પત્ની તેમજ પાંચ વર્ષનો પુત્ર ઇવાન છે. બુધવારે ઇવાનનો જન્મદિવસ હતી જેથી પરિવાર જન્મદિવસ ની ઉજવણી માટે ફાર્મહાઉસમાં ગયો હતો.

તેઓ રાતે ફાર્મહાઉસમાં જ રોકાયા હતા અને ગુરુવારે સવારે સુરત પરત ફરી રહ્યા હતા. અકસ્માત સમયે કારમાં ભરતભાઇ,તેમની પત્ની, ભત્રીજી, પુત્ર ઇવાન અને એક મિત્ર પણ હતો. કાર તેમનો મિત્ર ચલાવતો હતો ત્યારેવાલક પાટિયા નજીક બપોરે 12.30 વાગ્યે કાર પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી.

કાર આખી પલટી મારીને ફરી સીધી થઇ ગઈ હતી પણ કારનો દરવાજો ખુલી જતા ઇવાન કારમાંથી બહાર પડી ગયો અને માથું ડિવાઈડર સાથે અથડાતા તેને ગંભીર ઈજાઓ થઇ હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયો હતો જો કે ત્યાં તેને મૃત જાહેર કરાયો.

Back to top button